Page Views: 6953

એપોલો હોસ્પિટપલ્સ નવી મુંબઈ દ્વારા સુરતમાં એપોલો કેન્સર ક્લીનિકની શરૂઆત

કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠતમ કેન્સર કેરની સારવાર હવે સુરતના આંગણે મળશે

સુરત, વર્તમાન ન્યૂઝ.કોમ 

ભારતમાં વર્ષ 2023 માં કેન્સરના નવા 15 લાખ કેસો નોંધાયા હતા. ગુજરાતમાં આ આંકડા સ્થિર ગતિએ વધી રહ્યા છે જેમાં કેન્સરના કેસોનો આંકડો 2018 માં 66,069 થી વધીને 2022માં 73,382 થયો હતો. આ વધી રહેલી ચિંતાને જોતા એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈએ આજે સુરતમાં દર્દીઓને કેન્સર કન્સલ્ટેશન સર્વિસીઝની વધુ સારી સારવાર માટે એડવાન્સ્ડ એપોલો કેન્સર ક્લિનિક લોન્ચ કર્યુ હતું.

મન કોમ્પ્લેક્સ, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત ખાતે સ્થિત એપોલો કેન્સર ક્લિનિકમાં એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈના સારવાર કરનારા ડૉક્ટર સાથે અભિપ્રાય માટે હબ તરીકે કામ કરશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેકિટસ કરતા આ ડોકટર પુરાવા પર આધારિત અને ઓર્ગન સાઇટ સ્પેસિફિક મેડિસીન સાથે દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરશે. ઓન્કોલોજીના ડિરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ - હેર એન્ડ નેક ઓન્કોલોજી ડો. અનિલ ડીકૂઝે આ લોન્ચ કર્યુ હતું જેઓ માથા અને ગળાના કેન્સરના નિષ્ણાંત છે. ડો. ડીકૂઝ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેકટર, યુઆઈસીસીના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ અને નેશનલ મેડિકલ કમિશનના મેમ્બર છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય કેન્સર સ્પેશિયાલિસ્ટ્સમાં લીડ મેડિકલ એન્ડ પ્રિસિઝન ઓન્કોલોજી ડો. જ્યોતિ બાજપાઈ અને ડો. રણજીત બાજપાઈ રેડિયેશન થેરાપી અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક ઓન્કોસર્જન ડો સતાક્ષી ચેટરજી પણ ઉપસ્થિત હતા જેમણે માથા અને ગળાની સર્જરીની આધુનિક ટેક્નિકસમાં તાલીમ લીધેલી છે. એપોલો હોસ્પિટલ્સના ડિરેક્ટર ઓન્કોલોજી અને સિનિયર કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક ઓન્કોલોજી ડો. અનિલ ડીક્રૂઝે જણાવ્યું હતું કે “દર વર્ષે વધી રહેલા નવા કેન્સરના કેસોની સંખ્યાને કારણે સુલભ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઓન્કોલોજી કેરની જરૂરિયાત છે. કેન્સર કેર પૂરી પાડવા માટે તાલીમબદ્ધ એવા ક્લિનિશિયન્સની હાજરી સુરત અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓમાં કેન્સરના મેનેજમેન્ટમાં મદદ કરશે. કેન્સરનો દરેક કેસ અલગ હોય છે તેને જોતાં આ ટીમ વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાનની ભલામણ કરશે. આમાં સર્જરી, કેમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અથવા વિવિધ પ્રકારની સારવારનો સમાવેશ થઈ શકે છે." એપોલો હોસ્પિટલ્સના વેસ્ટર્ન રિજનના સીઈઓ શ્રી અરૂણેશ પુનેથાએ જણાવ્યું હતું કે સુરતમાં એપોલો કેન્સર ક્લિનિકનું લોન્ચિંગ અમે સુરત અને આસ પાસના એરિયામાં વિશ્વકક્ષાની હેલ્થકેર લાવવાના વર્તમાન પ્રતિબદ્ધતામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. સુરત અને આસપાસના પ્રદેશોના લોકોને અમારી નિપુણતા પૂરી પાડતા અમે ગર્વ અનુભવીએ છીએ અને તેમને કેન્સર સામેની લડતમાં સશક્ત બનાવીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમે નોંધપાત્ર અસર ઊભી કરવામાં અને સારવારના પરિણામો સુધારવામાં સક્ષમ બનીશું."