સુરત: વેસુ ખાતે ગત 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી D. C. Patel બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગર્લ્સ અને બોયાઝની કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે.
આ અંગે માહિતી આપતાં ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી. પટેલે જણાવ્યું હતું કે સીઝન 1ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે D. C. Patel બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ વેસુ ખાતે 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી યોજાશે. જેમાં એન્ટ્રી માટે સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 50 ટીમ ગર્લ્સ ટીમ છે અને 180 ટીમો બોયઝ ટીમો છે. ફાઇનલમાં વિજેતા અને રનર્સ અપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ યોજવા પાછળનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલા અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે મદદ પહોંચાડવાનો છે. ટુર્નામેન્ટ ના આયોજન થકી જે કઈ આવક થશે એ આવક અને તેમાં ટ્રસ્ટ દ્વારા અન્ય રકમ ઉમેરીને ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ આપવામાં આવશે.
• Share •