Page Views: 9487

જાણો આવતી કાલ 29 ઓગસ્ટે રાજ્યના ક્યા જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચિત કરી

ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્યમાં  અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વડોદરા, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે 29 ઑગસ્ટે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે (28 ઑગસ્ટે) કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉેદપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ, હવામાન વિભાગે 29 ઑગસ્ટ સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય શહેરોના જિલ્લા કલેક્ટર,  પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી.