અમદાવાદ : વર્તમાન ન્યૂઝ.કોમ
અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. કંપની દ્વારા સ્ટોક એકસ્ચેન્જ ફાઈલીંગ બાદ (27 ઓગસ્ટે) અદાણી પાવરના શેરમાં વધારો નોંધાયો હતો.
કંપનીએ એક્સચેન્જોને આપેલી માહિતી પ્રમાણે અબુ ધાબી સ્થિત અદાણી પાવર નવી ઇન્કોર્પોરેટેડ કંપની અદાણી પાવર મિડલ ઇસ્ટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર શેરના સંપાદનની કિંમતમાં $27,000ની શેર મૂડી માટે પ્રારંભિક સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપનીનો સમાવેશ કરતા અદાણી પાવરમાં રોકાણની ક્ષિતિજ વધશે.
APL ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ (CDM) હેઠળ નોંધાયેલ કોલસા આધારિત સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપનારી વિશ્વની પ્રથમ કંપની છે. પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણના ઉદ્દેશ્ય સાથે પેટાકંપનીને રોકાણ હોલ્ડિંગ કંપની તરીકે નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં, પેટાકંપનીએ હજુ વ્યાપાર કામગીરી શરૂ કરવાની બાકી છે, તેથી તેનું કદ અને ટર્નઓવર આ તબક્કે લાગુ પડતું નથી. ઉલ્લેખનીય છે કે, 30 જૂન 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં APLના ઓપરેશન્સમાંથી આવક 35.89% YoY વધીને રૂ. 14,955.63 કરોડ થઈ હતી.
તાજેતરમાં અદાણી પાવર લિમિટેડ (APL) અને તેની પેટાકંપની મહાન એનર્જન લિમિટેડ (MEL) એ ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ (BHEL) સાથે ₹11,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં BHEL કંપની માટે ત્રણ સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ્સ વિકસાવશે. કરાર મુજબ ત્રણ મોટા પાવર પ્રોજેક્ટ માટે આવશ્યક સાધનોના પુરવઠા અને કમિશનિંગ પ્રક્રિયાઓની દેખરેખનો સમાવેશ થાય છે. નવા પ્રોજેક્ટ્સ રાજસ્થાનમાં કવાઈ ફેઝ-2 અને કવાઈ ફેઝ-III અને મધ્ય પ્રદેશમાં મહાન ફેઝ-III અંતર્ગત વિકસાવવામાં આવશે. દરેક પ્રોજેક્ટમાં 2x800 મેગાવોટની ક્ષમતા હશે અને તે અદ્યતન સુપરક્રિટિકલ ટેકનોલોજી પર આધારિત રહેશે. APL ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં આઠ પાવર પાવર પ્લાન્ટ સહિત ગુજરાતમાં 40 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ ધરાવે છે. 15,250 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી અદાણી પાવર લિમિટેડ ભારતની સૌથી મોટી ખાનગી પાવર ઉત્પાદક કંપની છે.
• Share •