સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સ્થાપક પ્રમુખ ડો. જીવરાજભાઇ ડાંખરા અને પ્રમુખ હરિભાઇ કથિરીયા સહિતના આગેવાનો દ્વારા આ વર્ષે સોમવાર તા.26-8-2024ના રોજ અનોખી રીતે જ કૃષણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમીના રોજ સાંજે 8 વાગ્યાના સુમારે મોટા વરાછા ગોકુળ ધામ સોસાયટી ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગોકુળ ધામ સોસાયટી સહિત મિથિલા હાઇટસ, અમૃત રેસીડન્સી, મંત્ર હોમ્સ, વેદાંત સિટી, નંદ બંગ્લોઝ, મિથિલા ગ્રુપ, વૃંદાવન હાઇટસ, ભાગવત ગ્રુપ, ટ્વીન ટાવર, ગ્લોરી હાઇટસ, એવન હાઇટસ, હિંદ ટીવી, લોક ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, સહજાનંદ હાઇટસ, અભિષેક લક્ઝુરીયા, શુભમ એવન્યુ, રિઅલ નેટવર્ક, એલિંગંઝા હાઇટસ, પંચતત્વ રેસીડન્સી, કૈલાસ હાઇટસ, નિલકંઠ હાઇટસ અને નંદ હાઇટસ સહિતની રેસીડન્સી અને સંસ્થાઓના સભ્યો ભાગ લેશે. શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રક્તદાન ક્ષેત્રમાં માનવસેવાનું કાર્ય વરાછા રોડ મીની હીરા બજાર સ્થિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર માનવસેવાનું આ ઉત્તમ કાર્ય કરતી સંસ્થા દ્વારા આ વર્ષે જન્માષ્ટમી પર્વને યાદગાર બનાવવા સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.
• Share •