Page Views: 11681

સુરતમાં મેટ્રોની કામગીરી વખતે ક્રેઇન ધડામ દઇ મકાન પર પડતા લોકોમાં ગભરાટ

મકાન અને વાહનોને નુકસાન થયું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ઠેર ઠેર સમસ્યાઓ ઉભી થઇ રહી છે થોડા દિવસ પહેલા સ્પાન બેસી ગયો હતો આ સ્પાન દુરસ્ત કરવામાં આવ્યો ત્યાં બીજી દુર્ઘટના સર્જાઈ છે, સુરતના  નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી કરતી વખતે ક્રેઇન તૂટીને બાજુમાં રહેલા મકાન પર પડી હતી. જેમાં ક્રેઇન પડવાથી મકાનને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર હાજર અધિકારીઓએ ખબર નહીં કઈ રીતે થયું કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ક્રેઇન પલટી મારતાં નજીકના મકાન પર જઈને પડે છે. ભારેખમ ક્રેઇન પડતા મકાન નુકસાન થયું હતું.  જો કે, ઘટનાની જાણ તંત્રને થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત, ક્રેઇન પડવાથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેઇન પડી જવાની ઘટનાથી નાના વરાછા વિસ્તાર સહિતમાં અફરાતફરી મચી ગઇ હતી. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની દુર્ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સચોટ જાણકારી આપી ન હતી, ત્યારે ઘટના પર હાજર અધિકારીએ ક્રેઇન પડવાની ઘટનાને લઈને 'ખબર નહીં કઈ રીતે થયું' કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેઇન પલટી જવાથી નજીકના મકાન સહિત વૃક્ષ અને કારને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.