સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
આગામી ૨૬મી જુલાઈ એ કારગીલ વિજયને ૨૫ વર્ષ પુરા થાય છે. કારગીલ વિજય રજત જયંતી નિમિત્તે જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી કુલ ૩૦ વિર જવાનોના પરિવારને સન્માન સાથે રૂ. ૬૦ લાખની સહાય અર્પણ થનાર છે. છેલ્લા ૨૫ વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિને કારણે સુરતમાં રાષ્ટ્રીય ચેતના ધબકે છે. શાળાઓના બાળકો, ઉદ્યોગ-ગૃહ અને નાગરિકો તરફથી શહીદ જવાનોના પરિવારોને અર્પણ કરવા લાખો રૂપીયાનું દાન મળી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી દર વર્ષે આર્થિક સહયોગને ભાવકૃતિ રજુ કરતી લંબે હનુમાન રોડની રામકૃષ્ણ વિદ્યાભવન તરફથી રૂ. ૫૧૦૦૦ ના ચેક જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરેલ છે. શાળાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ ભરોળીયા તથા આચાર્ય શ્રીમતિ સંગીતાબેન કાનાણીએ બાળકોની ઉપસ્થિતિમાં જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ આર. ભાલાળા તથા ટ્રસ્ટીશ્રી ભીખુભાઈ ટીંબડીયાને ચેક અર્પણ કર્યો હતો.
દર ગુરુવારે યોજાતા વિચારોના વાવેતર કાર્યક્રમમાં યુવા ઉદ્યોગ સાહસિક અનિલભાઈ આર. વઘાસીયા તરફથી રૂપિયા ૫૫ હજાર નો ચેક ટ્રસ્ટીશ્રી ભવાનભાઈ નવાપરાને અર્પણ કર્યો હતો. શહેરના મહિલા અગ્રણી શ્રીમતિ અર્ચનાબેન પી. દીક્ષિત તરફથી રૂપિયા ૫૦ હજારનો ચેક મળેલ છે. શ્રી ચંદ્રકાંતભાઈ અંબાલાલ પટેલ તરફથી રૂ. ૨૫૦૦૦ નું દાન રૂબરૂ આવી સુપ્રત કરેલ છે.
કલર ટેક્ષ મિલ પરિવાર તરફથી રૂપિયા ૧૧ લાખ, શ્રીમતિ સ્મિતાબેન હિતેશભાઈ ખાટીવાલા અને તેના ભાઈ સંજયભાઈ સાદડીવાળા પરિવાર તરફથી રૂપિયા ૧૦,૫૦,૦૦૦/-, નિવૃત પ્રોફેસર કોકીલાબેન મજીઠીયા તરફથી રૂપિયા ૭ લાખ દાન જય જવાન નાગરિક સમિતિ સુરતને મળેલ છે. અનેક શાળાઓ માંથી બાળકો અને સંચાલકો તરફથી આર્થિક સહયોગ દર વર્ષે મળે છે.
પુણાની એલ.પી.ડી હાઈસ્કુલ, પ્રેસિડેન્સી સ્કુલ, કામરેજની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કુલ, અર્ચના વિદ્યાનિકેતન, જ્ઞાનગંગા સ્કુલ, જ્ઞાનજ્યોત વિદ્યાલય, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ, લિયો ગ્રુપ ઓફ સ્કુલ્સ, રતનસાગર જૈન વિદ્યાશાળા,પી.એચ બચકાનીવાલા વિદ્યામંદિર, પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ, બાયોનિકસ સ્કુલ, પાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ વગેરે અનેક શાળાઓ દર વર્ષે જય જવાન નાગરિક સમિતિ સુરતને રકમ અર્પણ કરે છે. જે વિર જવાનોના પરિવારોને સન્માન સાથે અર્પણ કરવામાં આવે છે.
સુરતના અગ્રણીઓ તરફથી રાષ્ટ્રીયભાવથી જય જવાન નાગરિક સમિતિ સુરતને સહયોગ આપી રહ્યા છે. યુરોના મનહરભાઈ સાસપરા દર વર્ષે કાર્યક્રમનું સૌજન્ય પુરૂ પાડે છે. છાંયડોવાળા શ્રી ભરતભાઈ શાહ વર્ષોથી નિયમિત આર્થિક સહયોગ આપે છે. શ્રી પી. પી. સવાણી ગ્રુપ, શ્રી નટુભાઈ ચોવટીયા, શ્રી સુરેશભાઈ ઠુંમર, એડવોકેટ સમીરભાઈ બોધરા, ડો. અમુલખભાઈ સવાણી, શ્રી દિનેશભાઈ નળિયાધરા, શ્રીમતિ વિજયાબેન કોંકરા, અરવિંદભાઈ ભીખાભાઈ સાવલિયા, વિરેન્દ્રભાઈ શોભાગચંદ્ર શાહ, શ્રી સંજયભાઈ શિંગાળા, શ્રી નીતીનભાઈ રાદડીયા, દિનેશભાઈ અકબરી, નરેશભાઈ તૈલી, અર્ચનાબેન પી. પાંચાણી, નિવૃત શિક્ષિકાબેન ઇલાબેન રાજ્યગુરૂ વગેરે અસંખ્ય દાતાશ્રીઓ તરફથી રૂપિયા ૫૧૦૦૦ થી વધુ રકમ દર વર્ષે જય જવાન નાગરિક સમિતિ સુરતને આપવામાં આવે છે. કે.પી ગ્રુપના ડો. ફારૂક જી. પટેલ તરફથી દર મહીને નિયમિત રકમનું દાન આવે છે.
૧૯૯૯ ના કારગીલ યુદ્ધને ૨૫ વર્ષ થયા છે કારગીલ વિજય રજત જયંતી નિમિતે આ વર્ષે ૨૬મી જુલાઈએ સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સુરત ઉપરાંત અન્ય શહેરોમાં પણ જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી કાર્યક્રમોનું આયોજન થયું છે. આ વર્ષે ગુજરાતના ૨૪ સહીત કુલ ૩૦ જવાનોના પરિવારોને કુલ રૂ. ૬૦ લાખની સહાય અર્પણ થનાર છે. જેમાં ગત ૩૦-૦૬-૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે ૬ પરિવારોને, તા. ૦૬-૦૭-૨૦૨૪ ના રોજ ઊંજા ખાતે ૮ પરિવારોને સહાય અર્પણ કરી છે. અને રાજકોટ ખાતે તા. ૧૪-૦૭-૨૦૨૪ ના રોજ ૭ પરિવારોને આર્થિક સહાય અર્પણ થનાર છે. અને કારગીલ વિજય દિવસે સુરતમાં કુલ ૮ પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે.
• Share •