સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા પાંચમું B2B CARATS-સુરત ડાયમંડ એક્ષ્પો તા.૧૨,૧૩.૧૪ જુલાઈ -૨૦૨૪ ના રોજ સ્થળ- સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, ખજોદચોકડી અલથાણ રોડ, સુરત ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન, જવેલરી તેમજ મશીનરી સોફ્ટવેર, ટેકનોલૉજીના મળીને ૧૧૮ બુથમાં પ્રદશિત થનાર છે. સુરત ડાયમંડ ઓક્ષ્પોનું તા.૧૨-૦૭-૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે, પ્લેટીનમ હોલ, સરસાણા, ખાતે ઈનોગ્રેશન કરવામાં આવશે.
એક્ઝીબિશન કમિટીના કન્વીનર વિનુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે 'CARATS-સુરત ડાયમંડ એક્ષ્પોની ખૂબજ સફળતાના કારણે ડાયમંડ ઉદ્યોગમાં ખુબજ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓ ખૂબજ ઉત્સાહ સાથે કેરેટ્સ એક્ષ્પોમાં જોડાવા ઉત્સાહીત છે અને તમામ બુથનું બુકિંગ ફૂલ થઈ ગયેલ છે. ગત્ત કેરેટ્સ એક્ષ્પોમાં બીટુબી વ્યવહારોને ખુબજ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબજ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતો આ કેરેટ્સ એકાપો પર વિશ્વાસ વધ્યો છે.
સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ એસોસિએશન કમિટી દ્વારા દેશના મોટા શહેરો જેવાકે બેંગલોર, ચેન્નાઈ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ,અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી CARATS- સુરત ડાયમંડ એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે. આ સાથે સુરત ડાયમંડ એસોસીએશનના ફેસબુક પેજ. વોટ્સેપ ગૃપ, વેબસાઈટ, ઇન્સ્ટાગ્રામ તેમજ ઓનલાઈન પ્રેસ મીડિયાના સોશ્યલ સાઈટ પરથી જોરશોરથી પ્રચાર પ્રસાર કરી કેરેટ્સ એકસ્પોનું માર્કેટિંગ કરેલ છે.
કેરેટ્સ એકસ્પોના કો.કન્વીનર જયેશભાઈ MV એ જણાવ્યું હતું કે આ એક્સ્પોમાં ભારતના તમામ મોટા શહેરોમાં ૧૫૦ થી વધારે બાયર્સને શોની મુલાકાત લેવા પત્રો લખ્યા છે. બીજા ઘણાબધા જવેલર્સને વોટ્સેપ મેલ જેવા માધ્યમોથી આમંત્રિત કરવામાં આવ્યાં છે. તેમાના ઘણા બાયર્સ શોની મુલાકાત લેવાની સંમતિ આપી છે. પ્રીમીયમ બાયર્સ માટે અવધ ઉંટોપિયા ક્લબમાં રહેવાની સંગવડ, એરપોર્ટથી તેમને પીકઅપ અને ડ્રોપની ફેસીલીટી આપી છે. જે કોમ્પલીમેન્ટરી છે. તેમને સવારે બ્રેકફાસ્ટ લંચ ડીનર અને ત્રણ દિવસ માટે રૂમનું બુકિંગ પણ કરવામાં આવ્યું છે.
કેરેટ્સ એકસ્પોના કો. કન્વીનર ચંદ્રકાન્તભાઈ તેજાણી એ જણાવતું હતું કે આ અદભુત પ્રચાર પ્રસારની જે લોકો જેમ્સ એન્ડ જવેલરી. સાથે સંકાયેલા છે તેવોએ 8,000 થી વધારે ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેટેશન થઇ ગયેલ છે. જેમાં ૫૦૦ થી વધારે રજીસ્ટ્રેટેશના નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. એક્સ્પોમાં લેબોરેટરી પાર્ટનર તરીકે IGI જોડાયેલ છે. તેમજ સિક્યુરીટી પાર્ટ નર તરીકે ફિકવીઝન કંપની જોડાયેલ છે.
સુરત ડાયમંડ એસોસીએશનના ઉપપ્રમુખશ્રી ગૌરવભાઈ શેટ્ટીએ જણાવ્યું હતું કે કેરેટ્સ એકસ્પોમાં ચીફ ગેસ્ટ તરીકે જોય આલુકાસ (કેરલા ), ડૉ.ચેતન કુમાર મહેતા (રાષ્ટ્રીય,ચેરમેનશ્રી, ઇબ્ઝા), શ્રી કૈલાસચરણ (હેદ્રાબાદ) તેમજ સુરતમાં હિરા ઉદ્યોગના અગ્રણીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
• Share •