Page Views: 8293

સુરતમાં દુબઈની ફ્લાઈટમાંથી ગોલ્ડ સ્મગલિંગ કરતા એક કપલ સહિત ચારને રૂ.64.89 લાખના સોના સાથે એસઓજીએ ઝડપ્યા

રાજ્યમાં પ્રથમ વખત સુરતના એરપોર્ટ થી ગોલ્ડ લિક્વિડ ફોર્મમાં ચામડાની અંદરથી ઝડપી પાડ્યું : અનુપમસિંહ ગેહલોત

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

 કેટલાક સમયથી દુબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ગોલ્ડનો સ્મગલિંગ થતું હોવાને વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનરને મળતી હતી જેના આધારે શનિવારે રાતે દુબઈથી આવેલા એક કપલ સહિત ચાર જણને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લિક્વિડ ફોર્મમાં ગોલ્ડ સ્મગલિંગ કરતા ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે અને આ તરકીબ પ્રથમ વખત ગુજરાતના સુરતમાંથી પકડાયું હોવાનું જાણવા મળ્યું છે જેની કિંમત આશરે 64.89 લાખથી વધુ થાય છે. સુરત શહેર હીરા અને જરી તેમજ ટેક્સટાઇલ સાથે વિશ્વવિખ્યાત છે પરંતુ જ્યારથી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતા ખાસ કરીને દુબઈની અને શાહજહાની ફ્લાઈટ શરૂ થયા પછી સુરતના એરપોર્ટથી અવર નવર ગોલ્ડ સ્મગલિત થતું હોવાની વ્યાપક ફરિયાદ પોલીસ કમિશનર અને ડી આર આઈ ની ટીમને મળતી હતી અવર નવર સુરત શહેર પોલીસે ગોલ્ડ સ્મગલિંગ કરતા અગાઉ પણ આરોપી પકડી પડ્યા છે ત્યારે વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અશોક ચૌધરી અને તેની ટીમને શનિવારે ગુપ્ત બાતમી મળી હતી તેમને તાત્કાલિક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાણકારી આપી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ શનિવારે રાતે 11:00 વાગે દુબઈથી આવેલી ફ્લાઈટમાં એક કપલ તેમજ બે રીસીવર એરપોર્ટની બહારથી ઉપરોક્ત બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા મુસ્લિમ કપલ ની બેગમાંથી લિક્વિડ ફોર્મમાં 64.89  લાખથી વધુનો ગોલ્ડ સ્મગલિંગ કેસ ઝડપી પાડ્યો છે અને ગુજરાતમાં પથમ વખત બેગ ના ચામડાની અંદર લિક્વિડ ફોર્મમાં ગોલ્ડ પકડાયો હોવાની પ્રથમ ઘટના છે આ સમગ્ર ઘટના બાબતે એક મુસ્લિમ કપલ સહિત ચાર જણને ધરપકડ કરવામાં આવી છે અને ગોલ્ડ સ્મગલિંગ નો કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અન્ય તપાસ એજન્સીઓ પણ આ તપાસમાં જોડાશે.