Page Views: 4547

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે શ્રીલંકા ખાતે ભારતીય દૂતાવાસના ઓફિશિયલ્સ સાથે મિટીંગ કરી

શ્રીલંકામાં કોલંબો ખાતે ભારતીય દૂતાવાસના હેડ ઓફ ચાન્સરી શ્રી સૌરભ સભલોકે સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, સોલાર, ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને શ્રીલંકાના ઉદ્યોગકારો સાથે જોડવા હેતુ ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા સાથે ટેલિફોનિક ચર્ચા કરી ચેમ્બરના કાર્યક્રમોમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે તા. ર જુલાઇ, ર૦ર૪ના રોજ શ્રીલંકામાં કોલંબો ખાતે ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી. SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટ તથા હીરાના ઉદ્યોગકારો શ્રી પ્રિયેશ શાહ, શ્રી બ્રિજેશ ઘેલાણી, શ્રી જિગ્નેશ લકકડ અને શ્રી જનક સુઘાડીયા સહિતના પ્રતિનિધિ મંડળે કોલંબો ખાતે ભારતીય દૂતાવાસના હેડ ઓફ ચાન્સરી શ્રી સૌરભ સભલોક તથા ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ સેક્રેટરી સુશ્રી દેવિકા લાલ સાથે મિટીંગ કરી હતી.

મિટીંગમાં શ્રીલંકા ખાતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને રોકાણને ધ્યાનમાં લઇ સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. શ્રીલંકામાં ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરીના બિઝનેસમાં રહેલી તકો વિશે ચર્ચા થઇ હતી. તદુપરાંત, શ્રીલંકામાં રિટેઇલ માર્કેટનું જોડાણ સુરતના હીરાના વેપારીઓ તથા મેન્યુફેકચરો સાથે થાય તે માટે કાર્યક્રમો કરવા, શ્રીલંકામાં માર્કેટ પ્રેઝેન્ટ વધારવા વિવિધ માર્કેટીંગ ટુલ્સ તથા ડિજિટલ માર્કેટની મદદ લઇ વધુમાં વધુ લોકો સુધી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પહોંચાડી શકાય તે માટે પ્રયાસ કરવા ભારતીય દૂતાવાસના ઓફિશિયલ્સને વિનંતી કરવામાં આવી હતી.

સુરતથી શ્રીલંકા ખાતે ડાયમંડ તેમજ જ્વેલરી એક્ષ્પોર્ટ કરવા હાલમાં જે ડયુટી સ્ટ્રકચર છે તે બાબતે ચર્ચા કરી એક્ષ્પોર્ટમાં પડતી મુશ્કેલીને દૂર કરવા સુરતના વેપારીઓ સાથે ભારતીય દૂતાવાસથી ઓફિશિયલ્સ સાથે વર્ચ્યુઅલ મિટીંગ થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતની નોંધ લઇ ચેમ્બરના SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, સોલાર, ફૂડ એન્ડ બેવરેજીસ તથા ડિજિટલ યુપીઆઈ પેમેન્ટ ક્ષેત્રે સુરત સહિત દક્ષિણ ગુજરાતની સ્ટ્રેન્થ વિશે માહિતી આપી હતી. સુરતમાં ડેવલપ થયેલી આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને શ્રીલંકાના ઉદ્યોગકારો સાથે કેવી રીતે જોડી શકાય છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ એક્ષ્ટર્નલ અફેર્સ અને ભારતીય દૂતાવાસના સંયુકત ઉપક્રમે આગામી કાર્યક્રમોમાં એકબીજાના બિઝનેસ ડેલીગેશનને એક્ષ્ચેન્જ કરી સુરત અને શ્રીલંકાના વેપારીઓને જોડવા માટે પ્રયાસ કરવામાં આવશે તે અંગે ચર્ચા થઇ હતી. આ સંદર્ભે ભારતીય દૂતાવાસના હેડ ઓફ ચાન્સરી શ્રી સૌરભ સભલોકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને ચેમ્બરના આગામી કાર્યક્રમોમાં શ્રીલંકાના ભારતીય દૂતાવાસ તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી.