Page Views: 5536

વરિયાવ ખાતે ડો.ધ્યેય રાવલના આરોગ્ય ક્લિનિકનો આગામી તા.21.7.2024થી શુભારંભ

એલર્જી, લો ઇમ્યુનિટી, સ્ટ્રેસ, ખરતાવાળ, ચામડીના રોગ બાળકો અને મહિલાઓને લગતી બિમારીની ઉત્તમ સારવાર ઉપલબ્ધ થશે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતના ડો. ધ્યેય રાવલના આરોગ્ય ક્લિનિકનો શુભારંભ આગામી તારીખ 21મી જુલાઇ 2024ના રોજ સુરતના વરિયાવ ખાતે થઇ રહ્યો છે. છાપરા ભાઠા રોડ, વરિયાવ ખાતે આવેલા પટેલ પાર્ક ખાતે  કોપર સ્ટોન બિલ્ડીંગમાં ડો. ધ્યેય રાવલે અદ્યતન ક્લિનિક બનાવ્યું છે. આ ક્લિનિકના ઉદઘાટન સાથે જ વરિયાવ, છાપરાભાઠા, અમરોલી સહિત સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોને એલર્જી, લો ઇમ્યુનિટી, સ્ટ્રેસ, ખરતાવાળ, ચામડીના રોગ બાળકો અને મહિલાઓને લગતી બિમારીની ઉત્તમ સારવાર ઉપલબ્ધ થશે. ખાસ કરીને કોઇ પણ પ્રકારની બિમારીને જડ મુળમાંથી સારી કરવા માટેની આવડત ડો. ધ્યેય રાવલની છે. માતા ભાવિ રાવલના આશીર્વાદ સાથે શરૂ થઇ રહેલા આરોગ્ય ક્લિનિકના ઉદઘાટન સમારોહમાં રાવલ પરિવાર દ્વારા સગા સબંધીઓ સ્નેહી મિત્રોને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. શહેરની તબીબી આલમ દ્વારા પણ ડો. ધ્યેયને તેમના નવા સોપાન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમજ ડો. ધ્યેય લોકોની સારવારમાં સફળતા મેળવે અને સ્વસ્થ તેમજ આરોગ્ય પ્રદ સમાજના નિર્માણમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપે એવી શુભ કામનાઓ પાઠવવામાં આવી છે. શહેરીજનોને પણ આ ક્લિનિકમાં મળતી ઉત્તમ પ્રકારની સારવાર લેવા માટે રાવલ પરિવાર દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં ડો. ધ્યેય રાવલ શહેરીજનો તેમજ આસપાસના વિસ્તારમાં વસતા તમામ લોકોના આરોગ્યને લગતી ઉત્તમ સેવાઓ આપવા માટે કટીબધ્ધ છે ત્યારે તેમના સ્નેહીજનો દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.