સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI બિઝનેસ કનેકટ દ્વારા રવિવાર, તા. ૩૦ જૂન, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ક્રેતોઝ ક્લબ, સુરત ખાતે SBC એવોર્ડ ફંકશન અને ફેમિલી ગેટ ટુ ગેધર મિટીંગ યોજાઇ હતી. એસબીસીના ચેરમેન શ્રી ચિરાગ દેસાઈનાં અધ્યક્ષપદે યોજાયેલી મિટીંગમાં એસબીસીના સભ્યો અને તેમના પરિવારજનો મળીને કુલ ૧૦૦થી વધુ મિત્રોએ હાજરી આપી હતી.
આ મિટીંગમાં એસબીસીના ચેરમેન શ્રી ચિરાગ દેસાઈએ સર્વેને આવકારી એવોર્ડ ફંકશનની શરૂઆત કરી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લ તથા ગૃપ ચેરમેનો શ્રી બિજલ જરીવાલા અને શ્રી ભાવેશ ટેલરે ખાસ હાજરી આપી હતી.
ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ચેમ્બરના સભ્યોને એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ પ્લેટફોર્મના માધ્યમથી વધુમાં વધુ બિઝનેસ મળી શકે તે માટે ગૃપો વધારવા હાંકલ કરી હતી. ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. જ્યારે માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ એસબીસીના સભ્યોને સંબોધ્યા હતા.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ નેટવર્કીંગ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયારેય પણ કોઇ વ્યકિતની નેટ વર્થ જોઇને બિઝનેસ નહીં કરવો જોઇએ. આ બાબતને બાજુમાં મૂકીને નેટવર્કીંગ કરીશું તો બિઝનેસ વધારવાની દિશામાં સારામાં સારુ કામ કરી શકીશું. તેમણે કહયું હતું કે, મજબુત નેટવર્ક બનાવવા માટે માત્ર સંપર્ક નહીં પણ સંબંધ બનાવવા પડે છે. સંપર્ક ટેમ્પરરી હોય છે પણ સંબંધ કાયમ માટે રહે છે. સારા નેટવર્ક માટે આપની અંદર કવોલિટીઝ પણ ડેવલપ કરવી જોઇએ. નેટવર્કીંગ કરતા પહેલા રિસર્ચ પણ કરવું જોઇએ અને બિઝનેસની સમસ્યાઓ વિશે પણ સતર્ક રહેવું જોઇએ.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દિપક કુમાર શેઠવાલાએ વર્ષ ર૦ર૩–ર૪માં એસબીસી દ્વારા કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી વર્ણવી હતી. આ ઉપરાંત તેમણે ચેરમેનશ્રી દ્વારા યોજાયેલી ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ અને જુદા જુદા એસોસીએસનો સાથે થયેલી પાર્ટનરશીપ મિટીંગોની પણ પ્રશંસા કરી હતી. ત્યારબાદ એવોર્ડ ફંકશનની શરૂઆત કરવામાં આવી હતી.
એવોર્ડ ફંકશનમાં મોસ્ટ એકિટવ પાવર ટીમ એવોર્ડ, મોસ્ટ એકિટવલી ઓર્ગેનાઇઝ પાવર ટીમ કેપ્ટન એવોર્ડ, આઉટ સ્ટેન્ડિંગ પાવર ટીમ કેપ્ટન એવોર્ડ, હાઈએસ્ટ બિઝનેસ ગીવર એવોર્ડ, હાઈએસ્ટ રેફરલ એવોર્ડ, હાઈએસ્ટ ફેસ ટુ ફેસ એવોર્ડ, હાઈએસ્ટ અટેન્ડન્સ ઇન કખહ ક્ષ્ઈડ મિટિંગ એવોર્ડ, હાઈએસ્ટ અટેન્ડન્સ ઇન કખહ ×ઈડ મિટિંગ એવોર્ડ, એકિટવ કમિટી મેમ્બર્સ એવોર્ડ, મોસ્ટ એકિટવ આઇટી ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ એવોર્ડ, બેસ્ટ ઇવેન્ટ હોસ્ટિંગ એવોર્ડ, મોસ્ટ એકિટવ એન્ડ આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઈન એસબીસી એવોર્ડ, પાવર ટીમ કેપ્ટન રેકગ્નિશન અને સ્પેશ્યલ રેકગ્નિશનમાં ગૃપ ચેરમેન, એડવાઈઝર, કો–ચેરમેન અને આ મિટીંગને હોસ્ટ કરનાર આર.જે. મીતનું સન્માન કરવામાં આવ્યું હતું.
એસબીસીના ચેરમેન શ્રી ચિરાગ દેસાઈએ વર્ષ ર૦ર૪–રપના નવા ચેરપર્સન સુશ્રી સ્નેહાબેન જરીવાલાનો પરિચય આપ્યો હતો. નવા ચેરપર્સને વર્ષ ર૦ર૪–રપનું તેમનું વિઝન, નવી ટીમનો પરિચય અને હવે પછી આવનારી બે મિટીંગોની માહિતી આપી હતી.
• Share •