સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
છ વર્ષ પહેલાં વર્ષ-2018 સુરત સીઆઈડી ક્રાઈમમાં ક્રિપ્ટો કરન્સી બીટકોઈનના દલાલોની અપહરણ કરીને બળજબરીથી ધાકધમકી આપીને કરોડો રૃપિયાના બીટકોઈન પોતાનો વોલેટમાં ટ્રાન્સફર કરાવી નાખવાના ગુનાઈત કારસ્તાન બદલ આરોપી શૈલેશ ભટ્ટ,નિકુંજ ભટ્ટ,દિલીપ કાનાણી, જીગ્નેશ મોરડીયા,મનોજ કયાડા સહિત 13 આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-364 એ,365,387,વગેરે હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. આ કેસમાં આરોપી શૈલેશ ભટ્ટે સુપ્રિમ કોર્ટમાં ન્યાય માટે ધા નાખી હતી.જેને સુપ્રિમ કોર્ટે રાહત આપીને આરોપી શૈલેશ ભટ્ટ વિરુધ્ધ વિશેષ કાર્યવાહી કે પગલાં ન ભરવા રોક લગાવી હતી.જેથી સુરત સીઆઈડી ક્રાઈમે શૈલેશ ભટ્ટ સિવાયના બાકીતમામ આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-364એ હેઠળ કરેલા બે સેશન્સ કેસ 418-2018 તથા 801-21 એ હાલમાં સુરતની સેશન્સ કોર્ટમાં પેન્ડીંગ છે.જે દરમિયાન સીઆઈડી ક્રાઈમે કરેલા બંને કેસોને એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ ના આસીસ્ટન્ટ ડીરેકટર દ્વારા અમદાવાદ ઈડીની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ઈડી તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલે જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની સેકશન-44(1)(સી) હેઠળ ઈપીકો-364(એ)એ એવો ગુનો છે કે જેનો ઉલ્લેખ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટના શિડયુલમાં આવતો ગુનો છે. જેથી શૈલેશ ભટ્ટ સિવાયના બાકીના તમામ આરોપીઓની વિરુધ્ધના બંને સેશન્સ કેસોનો અમદાવાદ મિરઝાપુર ખાતે ઈડીની કોર્ટમા ટ્રાન્સફર કરીને મની લોન્ડરીંગના કેસ સાથે ચલાવવા માંગ કરી હતી.જેને કોર્ટે કાનુની જોગવાઈને ધ્યાને લઈને સુરત સીઆઈડી ક્રાઈમના ઉપરોક્ત બંને સેશન્સ કેસોના આરોપીઓનો કેસને અમદાવાદ ઈડી કોર્ટમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ આપ્યો છે. હવે પછી આ કેસની કાનૂની પ્રક્રિયા અમદાવાદ ખાતેની ઇડીની ખાસ કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
• Share •