Page Views: 13486

જૈન સાધુને બદનામ કરવા વિડીયો બનાવાયો હોય એવી શંકા- હાર્દિક હુંડીયા

ધર્મ ગુરુઓને બદનામ કરતા કાવતરા ઘડનારાઓ સફળ નહીં થાય : હાર્દિક હુંડીયા

મુંબઇ-વર્તમાન ન્યૂઝ.કોમ

તાજેતરમાં એક વિડીયો એક જૈનાચાર્ય એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે. આ કથિત વિડિયો પાલીતાણાનો અને ગત ચાતુર્માસ દરમ્યાન નો હોવાની વાત સામે આવી છે. જૈન સમાજ નાં વરીષ્ઠ આગેવાન હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે આ વિડીયો કોઈ જૈન સાધુને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો આ જૈન સાધુ હોત તો સાધુ ની પાસે ઓઘો હંમેશા હોય છે જે આમાં દેખાતો નથી. આ વીડિયો કોઈ સાધુને બ્લેકમેઇલ કરવા માટે બનાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે જૈનાચાર્ય નું નામ આ વિડીયો માં જોડવામાં આવી રહ્યુ છે તે જૈનાચાર્ય નું ચાતુર્માસ પાલીતાણા માં હતુ જ નહીં. આ વિડીયો માં એવું લાગી રહ્યું છે કે સાધુનાં વેશ માં કોઈ બહુરૂપિયો આપત્તિજનક પરિસ્થિતિ માં કોઈ સ્ત્રી સાથે રંગરેલિયા મનાવી રહ્યો છે. આ વિડીયો માં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ બંને જણા એકબીજાની સહમતી થી લંપટલીલા આચરી રહ્યા છે. જે એક જૈન સાધુ ને બદનામ કરવાની ભયંકર ચાલ છે . ગુજરાતી મીડિયા જગતમાં ચર્ચા છે કે આ વિડીયો ફેંક છે. તે અંગે કોઈ જ સત્તાવાર વિગતો જાણવા મળતી નથી. તો પછી આ સમાચાર માં જૈન ધર્મ અને જૈન સાધુ ને બદનામ કરવા માં શું કોઈ બ્લેકમેઇલર નો હાથ છે ? આ વિડીયો રાજસ્થાન નાં જાલોર શહેરમાં બાબુ બોહરા નામના એક વ્યક્તિએ લોકો ને આ વિડીયો બતાવી ને જૈન સાધુ ને બદનામ કરવાનાં કાવતરા ઘડી રહ્યો છે . હાર્દિક હૂંડિયાએ જણાવ્યું છે કે એક પંચ મહાવ્રતધારી મહાત્માની પાછળ કેટલાય લાંછન લગાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે . એક જૈનાચાર્ય રાજસ્થાનના જાલોરમાં ચાતુર્માસ કરે છે. ચાતુર્માસમાં આ પંચ મહાવ્રતધારી મહાત્મા ધર્મની ખૂબ પ્રભાવના કરે છે, ચારે બાજુ ધાર્મિક વાતાવરણ સર્જાય જાય છે, સાધુ મહાત્મા

પોતાના આત્માની સાથે સાથે સર્વ આત્માનું કલ્યાણ કરે છે. ચાતુર્માસના લાભાર્થીઓ અને સર્વ સંઘ એકત્રિત થાય છે અને તેને ઐતિહાસિક બનાવી દે છે અને અચાનક બાબુ બોહરા નામનો વ્યકતિ કહે છે કે મારી પાસે આ જૈનાચાર્યની વિડિયો છે જે આપત્તિજનક છે ! પરંતુ બાબુલાલના મનની મેલી મુરાદો પૂરી થઈ નહીં અને હવે બાબુલાલ લાલ પીળા થયા છે! જ્યારે બાબુ ને કોઇ આ વિડિયોને લઇ ને પ્રશ્ન કરે છે, તો બાબુ જવાબમાં તેમને માઁ, બહેન, વેશ્યા, કોઠા જેવા અપશબ્દોથી જવાબ આપે છે. જો બાબુ ધર્મ પ્રેમી હોત તો શું આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરત? બાબુ કહે છે કે હું આર એસ એસ નો માણસ છું, મને મારવા નો પ્લાન બનાવાય છે. જુઠ પર જુઠ લખવાવાળા બાબુને લાગ્યું કે જુઠ કેટલું ચાલશે? જો આર એસ એસ ને ખબર પડી જાય તો ? બાબુનું જૂઠ્ઠાણું બહાર આવી જાય ! બાબુ એ હવે એ લખવાનું બંધ કર્યું . બાબુ બોહરાની ટીમ કેવી રીતે ધર્મ ગુરુને બદનામ કરે છે? બાબુલાલ વિડિયોને જાલોરની ઘટના કહે છે અને આ જ ઘટના હવે ગુજરાતી મીડિયા જગત માં પાલીતાણાની ઘટના છે એમ કહીને પ્રસારીત થઈ રહી છે, બાબુ આજ વીડીઓ ને પહેલા જાલોર ની ઘટના છે કહેનાર બાબુ હવે આ પાલીતાણાજી ની ઘટના છે હવે એ પણ ફેરવી રહ્યો છે, બાબુ પોતે હવે સમસ્યામાં આવી ગયો છે કે આ ઘટના જાલોરની છે કે પાલીતાણાની? આવા બાબુ પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય ? એવી ચર્ચા પણ છે કે બાબુના બે મિત્રો છે, જેમની પાસે એડિટિંગ સ્ટુડિયો છે. બાબુને લખતા આવડતું નથી, એક તેને લખીને આપે છે, તો બીજો જો તમે વિડિયો પર કંઈક પ્રશ્ન કરશો તો તે અનાપ-શનાપ બોલવા લાગશે, જાણે કે વિડિયો તેણે જ એડિટ કર્યો હોય અને તેની પોલ બહાર આવી જશે? હાર્દિક હુંડિયા એ કહ્યું કે આ વિડિયોમાં જેટલા જવાબદાર સંત છે, એટલી જ જવાબદાર તે છોકરી પણ છે, આ સાંભળી ને બાબુનો મિત્ર આગ-બબૂલો થઈ જાય છે અને કહે છે કે તમે દીક્ષાર્થી બહેનને બદનામ કરી રહ્યા છો? હાર્દિક હુંડિયાનો પ્રશ્ન છે કે શું દીક્ષાર્થી બહેન હોય તો આવું કામ કરે? ધર્મપ્રેમીઓ, જ્યારે બાબુ કહે છે કે જાલોર ચાતુર્માસમાં સીસીટીવી કેમેરા હટાવી દીધા હતા તો બાબુ પાસે આ વિડિયો ક્યાંથી આવ્યો? બાબુ સાધુનું તો નામ લે છે, પરંતુ તે છોકરીનું નામ કેમ નથી લેતો? શું બાબુ અને તે છોકરીએ મળીને આ વિડિઓ બનાવ્યો? જે વિડિયો બાબુ ફેરવી રહ્યો છે અને લોકોને બતાવી રહ્યો છે, શું તે વાસ્તવમાં કોઈ સાધુ છે અથવા બાબુ અને બાબુના એડિટ કરનારાઓએ મળીને કોઈ સંતને બ્લેકમેઈલ કરવા માટે આ વિડિયો બનાવ્યો છે? એક ચેનલના રિપોર્ટરને પૂછ્યું તો તે કહે છે કે આ ઘટના પાલીતાણાની છે, જે જાલોર ભવનની બે મહિના પહેલાની છે. મેં પૂછ્યું કે મહારાજ સાહેબ પાલીતાણા ક્યારે આવ્યા? તે કહે છે કે એક મહિના પહેલા!, તો આ વિડિઓ ક્યાંથી આવ્યો? ચેનલ કહે છે કે આ વિડિઓ ગત ચાતુર્માસનો છે, પરંતુ તે તેની પુષ્ટિ કરતું નથી. જ્યારે હાર્દિક હુંડિયાએ ચેનલ હેડ સાથે વાત કરી, ત્યારે તેમને ખબર પડી કે ખબર ખોટી ચાલી ગઈ તેથી તરત જ ચેનલે તે ખબર દૂર કરી દીધી. એક અજૈન ધર્મપ્રેમી આખી વાત સમજી ગયો, પરંતુ જૈન ધર્મપ્રેમી નાસ્તિક બાબુ બોહરાની વાતમાં આવીને પાપ કર્મ કેમ બાંધી રહ્યા છે? બાબુ બોહરાને પૂછો કે જે સંતને તું વિડિયોમાં બતાવીને લોકોને ભડકાવી રહ્યો છે, તો હાર્દિક હુંડિયા નો સવાલ છે કે આ બહુરૂપિયો કોણ છે? જો જૈન સંત છે, તો તેમની પાસે ઓઘો કેમ નથી? માત્ર પાટ બિછાવીને એવું લાગે છે કે તેઓ બંને જે કંઈ કરી રહ્યા છે તે પોતાની મરજી મુજબ કરી રહ્યા છે, તો આ વિડિયો નું ડિરેકશન બાબુ ક્યાંક તારું અને તારા બે મિત્રોનું તો કાવતરું નથી ને? તો બાબુ હવે કહે કે આ છોકરી અને બહુરૂપિયો કોણ છે? તને કોઈ આ વિડિઓ અંગે પ્રશ્ન પૂછે છે, તો તું સીધો કેમ ભડકી જાય છે? સામેની વ્યક્તિ ને વેશ્યા, કોઠા જેવા શબ્દોનો ઉપયોગ કેમ કરે છે? શું તારો પૂરો દિવસ બાબુ ફક્ત એમાં જ વીતી જાય છે? બાબુ લોકોને ભડકાવવાનું બંધ કર, જો જૈન ધર્મના સંસ્કાર છે, તો સમાજમાંથી એક પંચમહાવ્રત ધારી મહાત્મા, જેમણે 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને આજે 32 વર્ષનું સંયમી જીવન જીવે છે, બાબુ, તું આવા મહાન આત્માને સબૂત વગર બદનામ કેમ કરે છે? બાબુએ દેશની સુરક્ષા કરનારી પોલીસ પર પણ ખોટા આરોપો લગાવ્યા છે. બાબુને હવે લાગે છે કે તેના ખોટા પ્રચારનો ભાંડો ફૂટવા જઈ રહ્યો છે, તેથી તે હવે લાલ પીળો થઈ ગયો છે! હાર્દિક હુંડિયા દરેક ધર્મ ના ધર્મપ્રેમીઓને બે હાથ જોડીને વિનંતી કરે છે કે બાબુ જેવા ની વાતમાં ના આવો અને પાપકર્મો ના બાંધો.