Page Views: 6282

SGCCI અને SGITBAના સંયુકત ઉપક્રમે "The Latest Changes in Income Tax Returns (ITR) for the Assessment Year 2024-25 and Key Clauses of Tax Audit Report" વિષય પર વેબિનાર યોજાયો

સી.એ. પલકભાઇ પાવાગઢીએ ઉદ્યોગકારો અને પ્રોફેશનલ્સને ઇન્કમ ટેક્ષ રિટર્ન અને ટેક્ષ ઓડિટ રિપોર્ટ વિશે વિસ્તૃત જાણકારી આપી

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશનના સંયુકત ઉપક્રમે દ્વારા બુધવાર, તા. ર૬ જૂન, ર૦ર૪ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે ‘The Latest Changes in Income Tax Returns (ITR) for the Assessment Year 2024-25 and Key Clauses of Tax Audit Report’ વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં અમદાવાદ સ્થિત પાવાગઢી શાહ એન્ડ એસોસિએટ્‌સના સી.એ. પલકભાઇ પાવાગઢીએ સુરતના ઉદ્યોગકારો અને પ્રોફેશનલ્સને ઇન્કમ ટેક્ષ રિટર્ન અને ટેક્ષ ઓડિટ રિપોર્ટ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ વેબિનારમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક અહેવાલ મુજબ, ભારતનો ટેક્ષ ટુ જીડીપી રેશિયો ર૦ર૪–રપમાં જીડીપીના ૧૧.૭ ટકાની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચવાની ધારણા છે. જે વધુ સમાન પ્રત્યક્ષ કરવેરામાં ઉછાળાને કારણે થશે. ગત વર્ષે ટેક્ષ ટુ જીડીપી રેશિયો ૧૧.૬ ટકા અને વર્ષ ર૦રર–ર૩માં ૧૧.ર ટકા હતો. આ મુખ્યત્વે પ્રત્યક્ષ કર ર૦રર–ર૩માં જીડીપીના ૬.૧ ટકાથી વધીને આ વર્ષે ૬.૬ ટકા અને આવતા વર્ષે ૬.૭ ટકા થવાને કારણે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, એસેસમેન્ટ ઈયર ર૦ર૩–ર૪માં ૮.૧૮ કરોડ લોકોએ ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કર્યા હતા, જે ગત વર્ષ એસેસમેન્ટ ઈયર ર૦રર–ર૩ની તુલનામાં ૯ ટકા વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.

સી.એ. પલકભાઇ પાવાગઢીએ જણાવ્યું હતું કે, પહેલા કરદાતાઓ લાઇનમાં ઉભા રહીને કરવેરો ભરતા હતા અને હવે ઓનલાઇન આઇટીઆર ભરાય છે. ભવિષ્યમાં એવું થશે કે કરદાતાઓ પાસે ઓનલાઇન રિટર્ન આવી જશે અને તેઓને માત્ર યસ ઓર નો અંગે ટીક જ કરવાની રહેશે. મારા મતે આવું થશે તો એ નવું ભારત હશે. તેમણે જણાવ્યું હતું કે, આયકર વિભાગનું ભારણ ઘટાડવા માટે ઇન્કમ ટેક્ષમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.

તેમણે આઇટીઆર– ૧ સહજ ફોર્મ, આઇટીઆર– ર, આઇટીઆર– ૩, આઇટીઆર– ૪, આઇટીઆર– પ, આઇટીઆર– ૬, આઇટીઆર– ૭ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આઇટીઆર– ૬ એ કંપનીઓ માટે અને ટ્રસ્ટોએ આઇટીઆર– ૭ ફાઇલ કરવાનું હોય છે. તેમણે કહયું હતું કે, ટ્રસ્ટ સંબંધિત ઘણા બદલાવ થયા છે. ગત વર્ષ સુધી ડિજીટલ સિગ્નેચર દ્વારા આઇટીઆર ભરવાના થતા હતા, પરંતુ આ વર્ષે તેમાં ઇલેકટ્રોનિક વેરિફિકેશન કોડનો ઉમેરો કરવામાં આવ્યો છે.

વધુમાં, સી.એ. પલકભાઇ પાવાગઢીએ Date of Report of the audit knowledgement number of the audit report UDIN, Reporting requirements for Capital Gains Account Scheme, Disclosure of political contributions: New schedule 80GGC requirements, Tax Deffered on ESOP for eligible Startups અને Deduction for persons with Disabilities: Introduction of Schedule 80U વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના કો–ચેરમેન એડવોકેટ શ્રી દિપેશ શાકવાલાએ વેબિનારનું સંચાલન કર્યું હતું. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ શ્રી કુલીન પાઠકે કાર્યક્રમની રૂપરેખા આપી વકતાનો પરિચય આપ્યો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન સીએ મિતિષ મોદી તથા અન્ય પ્રોફેશનલ્સ વેબિનારમાં જોડાયા હતા. ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના કો–ચેરમેન એડવોકેટ શ્રી અનિલ શાહે વેબિનારમાં જોડાયેલા સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.