Page Views: 5520

સુરતની સાર્વજનિક યુનિવર્સિટી સહિત રાજ્યની 10 યુનિવર્સિટીને UGC એ ડિફોલ્ટર જાહેર કરી

દેશની કુલ 157 યુનિવર્સિટીમાં લોકપાલની નિયુક્તિ ન થઇ હોવાથી લેવાયો નિર્ણય

 નવી દિલ્હી-વર્તમાન ન્યૂઝ.કોમ 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UCCએ આજે ગુજરાતની 10 યુનિવર્સિટી સહિત દેશની 157 યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે. જેમાં સુરતની સાર્વજનિક યુનિવર્સિટીનો પરણ સમાવેશ થાય છે. કુલ 157માંથી 108 સરકારી યુનિવર્સિટી, 47 પ્રાઈવેટ યુનિવર્સિટી અને બે ડિમ્સ યુનિવર્સિટી સામેલ છે. આ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક ન કરી હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતની આ 10 યુનિવર્સિટીને પણ જાહેર કરાઈ ડિફોલ્ટર

યુજીસીએ ડિફોલ્ટ જાહેર કરેલી ગુજરાતની 10 યુનિવર્સિટીઓમાં ચાર સરકારી યુનિવર્સિટીનો અને છ પ્રાઈવેટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ચાર સરકારીમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરાઈ છે, જ્યારે પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં અનંત નેશનલ યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, ઇન્ડસ યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી, સાર્વજનીક યુનિવર્સિટી અને કે.એન.યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.આ યુનિવર્સિટીઓએ યુજીસી દ્વારા નિર્ધારિત નિયમો અને સમયની અંદર તેમના લોકપાલની નિમણૂક કરી નથી. લોકપાલની નિમણૂક ન કરવાને કારણે તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.