Page Views: 3632

અમદાવાદની કંપનીના સંચાલકને પાંચ એજન્ટોએ રૂપિયા 1.16 કરોડનો ચુનો લગાવ્યો

શ્રીનાથ કારગોના એજન્ટોએ કંનપીના સોફ્ટવેરમાં છેડ છાડ કરી રીચાર્જના ભરવાના થતા રૂપિયા 1.16 કરોડની ઠગાઇ કરી

અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ

અમદાવાદના શાહિબાગમાં વીસ વર્ષથી શ્રીનાથ કારગો પ્રા.લી. કંપનીના દેશભરના જુદા જુદા પાંચ સેન્ટરોના એજન્ટોએ એક બીજાની મદદગારીથી કંપનીના સોફટવેર ચાર્જ કરવાના રૂપિયા 1.16 કરોડ રૂપિયા જમા નહી કરાવી ઘરભેગા કરી દીધા હતા. કંપનીએ હિસાબોનું ઓડીટ કરાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેન પગલે કંપનીના માલીકે પાંચેય એજન્ટો સામે પોલીસ ફરીયાદ કરતાં પોલીસે વધુ તપાસ આદરી છે. 

શાહીબાગ નવિનચંદ્ર પાર્કમાં રહેતા ભાવેશ નંદુભાઇ કાબરા કમિશનર ઓફીસ નજીકના સહજાનંદ કોમ્પલેક્ષમાં શ્રીનાથ કારગો પ્રા. લી. નામની કંપની ચલાવે છે. કંપનીની અન્ય રાજયોમાં પણ ઓફીસો આવેલી છે અને 100થી વધુ કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે. કારગો કંપની દ્વારા પાર્સલ બુકીંગ અને ડીલીવરી કરવામાં આવી રહી છે. ભાવેશ કાબરાની ફરીયાદ મુજબ જ્યારે તેમણે 2023મા કંપનીના હિસાબોનું ઓડીટ કરાવ્યું ત્યારે કંપનીમાં કામ કરતા ચેતન ત્રિકમ મોડાસીયા અન તેની પત્નીના ખાતામાં ખોટી રીતે પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હોવાનું જાણી શકાયું હતું. 

ચેતને અન્ય કોઇ કર્મચારી સાથે મળીને બીજા કોઇ કાંડ કર્યા છે કે કેમ તે તપાસવા માટે કંપનીએ તમામ હીસાબના ઓડીટ કરાવતાં એવી બાબત ધ્યાને આવી હતી કે કંપનીન જુદા જુદા સોફ્ટવેર રીચાર્જ માટે કંપની દ્વારા જે રકમ ચુકવવામાં આવતી હતી. તેના બદલે ઓછી રકમનું રીચાર્જ કરાવવામાં આવતું હતું. કંપનીનો નિમય બનાવવામાં આવ્યો હતો કે કોઇ પણ રાજ્યમાં બ્રાંચ શરૂ કરી કોઇને એજન્ટ તરીકે રાખવામા આવે તો પહેલા તે કંપનીના ખાતામાં ચોક્કર રૂપિય જમા કરાવે તે રૂપિયાને આધારે કંપની દ્વારા તેનું સોફ્ટવેર રીચાર્જ કરાવી આપવામાં આવતું હોય છે.  જ્યારે આ નિયમો તોડી ચેતને જુદા જુદા શહેરોના એજન્ટો સાથે મળી કૌભાંડ કર્યું હુતં તેણે મુંબઇ -ભીવંડી ખાતેની બ્રાન્ચના એજન્ટ હેમતસિંહ રાવ. રાજસ્થાન જોધપુર બ્રાંચના એજન્ટ ધવલ રોપીયા, તથા ઉદેપુરના જીતેન્દ્ર રાવની મદદગારીથી  ગેરકાયદેસર રીતે રૂપિયા 1.16 કરોડ રૂપિયાના ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે કંપનીના માલીકે પાંચેય એજન્ટ સામે સાયબર ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.