Page Views: 10836

સુરતના ડો.ફાલ્ગુની શાહને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનીત કરાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આ એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

રાજ્યમાં વેપાર, ઉદ્યોગ સાહસિકો અને સામાજીક કાર્ય સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારા ગુજરાત રાજ્યના લોકોને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2015માં શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે રાજ્યના વિવિધ શહેરો અને ગામોમાંથી પસંદગી પામેલા 50 વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે સુરત શહેરના જાણીતા ગાયક કલાકાર કમ ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતા ડો.ફાલ્ગુની શાહને વર્ષ 2024ના પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. અમદાવાદની વાયએમસીએ ક્લબ ખાતે આયોજીત આ સમારોહમાં ડો.ફાલ્ગુની શાહને ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે સુરત શહેર માટે પણ ગૌરવની વાત છે. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડન્ટ મહર્ષિ દેસાઇ અને વાઇસ પ્રેસીડન્ટ ભાવેશ દવેની આ વિશિષ્ટ પહેલ છે અત્યાર સુધીમાં રાજ્યના 250થી વધારે લોકોને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.