મુંબઇ-વર્તમાન ન્યૂઝ.કોમ
બનાસ કાંઠા ના ધાનેરા નગર મા ઉપાશ્રય અને મંદિર બંને બનવાના હતા , શિલાન્યાસ પણ થઈ ગયેલ અને અચાનક ભક્તો મા બે ભાગ થતા બહુ મોટો વિવાદ ધાનેરા ના જૈન સમાજ મા સર્જાયો છે , મુંબઈ થી જૈન સમાજ ના અગ્રણી હાર્દિક હૂંડિયા એ જણાવ્યું હતું કે આ જૈન સમાજ માટે બહુ કલકિંત ઘટના કહેવાય કે ઉપાશ્રય મંદિર બંને બને તે માટે ૧૪ , ૧૪ સાધ્વીજી મહારાજાઓ ને ઉપવાસ પર ઉતરવુ પડે ? એમા એક સાધ્વીજી મહારાજ ૮૫ વર્ષ ના , કેટલી દુઃખની વાત છે . હાર્દિક હૂંડિયાએ એક સવાલ એ પણ કર્યો કે જે ઉપાશ્રય તોડવામાં આવ્યો તે હજી પણ ૪૦ થી ૫૦ વર્ષ સુધી ચાલે તેમ હતો તો તોડ્યો કેમ ? જ્યારે ઉપાશ્રય તોડ્યો ત્યારે બધા સાથે મળીને ઉપાશ્રય અને મંદિર બંને બનાવાની વાત હતી , હવે અચાનક ઉપાશ્રય ? અરે ઉપાશ્રય તો મજબૂત હતો તો તોડ્યો કેમ ? આનો જવાબ કોણ આપશે ? આ નુકશાન સંઘ નું કે ઉપાશ્રય તોડાવનાર નું ?
ત્યાં ટ્રસ્ટ મંડળ જો બરાબર કામ કરતું હતું તો અમુક બીજા લોકો ટ્રસ્ટ બનાવી જૂના ટ્રસ્ટ મંડળ ને વિશ્વાસ મા લીધા વગર કેમ નવું ટ્રષ્ટ બનાવું પડ્યું ? પરમાત્મા ના ભક્તો હતા તો ધર્મ મા ગંદી રાજનીતિ કેમ કરી ? સૌ થી મોટી દુઃખ ની વાત તો એ છે કે જે ભક્તો મંદિર અને ઉપાશ્રય બન્ને બનાવા રાજી હતા તો આજે એ ભક્તો મા બે ભાગ કેમ થઈ ગયા ? સુરત થી હિતેશ શાહ ના નામના ધાનેરા ના વતની એ સવાલ કર્યો કે આજે મંદિર અને ઉપાશ્રય બંને બને તે માટે પ્રસિધ્ધ જૈનાચાર્ય શ્રી અભય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ ના સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને હવે વારા ફરતી પુણ્યશાલીઓ ઉપવાસ પર ઉતરી રહ્યા છે , મંદિર ને જગ્યા જે સિર્ફ ઉપાશ્રય બની રહ્યો છે તો તે કયા જૈન મહારાજ સાહેબની નિશ્રા મા બને છે ? આનો કોઇ જવાબ હજી મળ્યો નથી . આજે કરોડો રૂપિયા મંદિર અને ઉપાશ્રય પાછલ ખર્ચનારા સાધુ અને શ્રાવકો ખુલાસો કરે કે જ્યા મંદિર અને ઉપાશ્રય ની જરૂર નથી તો ત્યાં કરોડો રૂપિયા ખર્ચ કરવાનું કારણ શું ? હાર્દિક હુંડિયાએ સમસ્ત જૈન સમાજ ને બે હાથ જોડી વિનતિ કરી છે કે કદાચ તમને જો જૈન સંઘ મા કામ કરવાની તક મળી છે તો પ્રભુ ની આજ્ઞા વિરોધ કામ કરીને પાપ ના ભાગીદાર ના બનતા અને એવા કોઈ કામ ના કરતા કે સંઘ ના ભરોસે દિક્ષા લેનારી આપ ની સંઘ ની દીકરીઓ એ ઉપવાસ પર ઊતરવું પડે ?
• Share •