સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સુરત અને તાપી ડિસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. રપ મે, ર૦ર૪ના રોજ સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Petroleum Retail Evolution Seizing Business Opportunities’ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરાના શ્રી પાર્થ પેટ્રોકેમના ચેરમેન શ્રી સંદીપ પાટીલ, મેટ્રીક્ષ ગેસ એન્ડ રિન્યુએબલ્સના સીઇઓ શ્રી ચિરાગ કોટેચા, જીઓન એન્જીનિયર્સ પ્રા.લિ.ના ડાયરેકટર શ્રી રાજુ ગુપ્તા, અદાણી ટોટલ ગેસ લિમિટેડના બિઝનેસ સ્ટ્રેટેજીના AVP શ્રી નરેશ સિસોદિયા અને શરીફી સર્વિસિસ પ્રા.લિ.ના AVP શ્રી અક્ષય આહુજા સુરતના ઉદ્યોગકારોને પેટ્રોલિયમ સેકટરમાં બિઝનેસની તકો વિશે માર્ગદર્શન આપશે.
• Share •