Page Views: 14115

APSEZ ને CARE રેટિંગ્સ દ્વારા ભારતમાં સૌથી વધુ સંભવિત ક્રેડિટ રેટિંગ 'AAA' ની નવાજેશ

આ રેટિંગ મહદઅંશે APSEZનું શક્તિશાળી સંકલિત બિઝનેસ મોડલ, ઉદ્યોગની મજબૂત સ્થિતિ, તંદુરસ્ત નફાકારકતા સાથે બજાર હિસ્સામાં સતત વૃદ્ધિ, ઉચ્ચ પ્રવાહિતા અને નીચા લીવરેજના ચાલક બળ સાથે જોડાયેલું છે

અમદાવાદ : વર્તમાન ન્યૂઝ.કોમ 

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ CARE રેટિંગ્સ દ્વારા તેનું ક્રેડિટ રેટીંગ સુધરીને AAA થયાની ગૌરવભેર જાહેરાત કરી છે. સૌથી ટોચનું આ રેટિંગ ઉચ્ચતમ સ્તરની ક્રેડિટ યોગ્યતા અને તેના તમામ નાણાકીય માર્ગદર્શનને પરિપૂર્ણ કરવાની ક્ષમતા દર્શાવે છે.

આ પ્રગતિ સાથે APSEZ આ માન્યતા મેળવનાર મોટા કદની પ્રથમ ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર બની છે. APSEZના મજબૂત સંકલિત બિઝનેસ મોડલ, પ્રબળ ઉદ્યોગની સ્થિતિ, તંદુરસ્ત નફાકારકતા સાથે કામગીરીમાં મજબૂત વૃદ્ધિ, ઉચ્ચ પ્રવાહિતા અને નીચા લિવરેજ જેવા આદર્શ પરિબળો આ રેટિંગ હાંસલ કરવાના ચાલક બળ બની રહ્યા છે.

પોર્ટના દરવાજેથી ગ્રાહકના ઉંબરા સુધી સેવાઓ પૂરી પાડતી અને એક ટ્રાન્સપોર્ટ યુટિલિટી તરીકે સંપાદન બાદ અસ્કયામતોને સફળતાપૂર્વક નફાકારકતામાં તબદીલ કરવાનો APSEZનો સફળ ટ્રેક રેકોર્ડ અને તેના સંકલિત અભિગમને કારણે નાણા વર્ષ 19-થી નાણા વર્ષ 24 દરમિયાન વોલ્યુમમાં 15%ની વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ થઈ છે, જે તમામ ભારતીય બંદરો માટે 4% CAGRની તુલનાત્મક છે. વિત્ત વર્ષ-24માં, APSEZએ 419.95 મિલીયન મેટ્રીક ટન કાર્ગો વોલ્યુમ કર્યું હતું, જે ગત વર્ષ કરતાં 24% વધુ રહ્યું છે.

 APSEZના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે અમારી નાણાકીય શિસ્ત અને સુચારું ડિલિવરેજિંગ, વૈવિધ્યસભર અસ્ક્યામતો તેમજ મજબૂત ગ્રાહક આધાર અને વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રમાં સૌથી વધુ નફાકારકતા માટેની પ્રતિબદ્ધતાની માન્યતાને વળગીને અમે આગળ વધતા રહીએ છીએ.