મુંબઇ-વર્તમાન ન્યૂઝ. કોમ
સલમાનના ઘરે ફાયરિંગમાં સામેલ એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમા આત્મહત્યા કરી લીધી છે. જ્યારે અનુજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો. આરોપી અનુજ થાપને શૌચાલયમાં બેડશીટના ટુકડા સાથે આત્મહત્યા કરી હતી. આરોપી થાપનને બપોરે 12:30 વાગ્યે જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપી અનુજ થાપનનું જીટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ કસ્ટોડિયલ ડેથની તપાસ રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવશે. મુંબઈની આઝાદ મેદાન પોલીસે આ મામલામાં ADR નોંધીને તપાસ શરૂ કરી છે.આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલ તંત્ર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ફાયરિંગ કરનાર આરોપીઓને હથિયાર સપ્લાય કરવાના ગુન્હામાં મુંબઇ પોલીસે અનુજ થાપનની ધરપકડ કરી હતી. અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા. મુંબઇ બ્રાન્ચનો દાવો છે કે, આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. 14 એપ્રિલના રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. આ સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સલમાનના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ પછી બંને આરોપીઓએ ત્રણ વાર કપડાં બદલ્યા જેથી તેઓ ઓળખી ન શકે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમની પાસે 40 ગોળીઓ છે. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સોશિયલ મીડિયા દ્વારા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. આ કેસમાં આરોપી વિકી ગુપ્તા, સાગર પાલ અને અનુજ થપનને 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હવે અનુજ થપને આત્મહત્યા કરી લીધી છે.
• Share •