Page Views: 13773

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ પદના દાવેદાર મનિષ કાપડિયાને તમામ વર્ગમાં આવકાર

યુવા નેતૃત્વને સ્વિકારવા મહાજનોમાં નવો ટ્રેન્ડ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ પદની આવતી કાલે ચૂંટણી યોજાશે. આ વખતે સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર મનિષ કાપડીયા અને નિખિલ મદ્રાસી વચ્ચે જંગ છે. જેમાં સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર મનિષ કાપડિયાને મહાજનોની આ સંસ્થામાં ઉપ પ્રમુખ પદ પર બિરાજમાન કરવા માટે ડાયમંડના વેપારીઓથી માંડીને વિવિધ સમાજના સંગઠનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મનિષ કાપડીયા યુવાન આગેવાન  છે અને તેઓની પાસે નવું વિઝન છે. આવનારા દિવસોમાં સુરત શહેરના વેપાર ઉદ્યોગના વિકાસ માટે શું પગલા ભરી શકાય તેનાથી માંડીને આવનારા દિવસોમાં સુરતના ઉદ્યોગોની દિશા કઇ હશે તેનો ચોક્કસ રોડ મેપ પણ તેમની પાસે છે. હીરા ઉદ્યોગ ઉપરાંત શહેરના અન્ય ઔદ્યોગિક સંગઠનો દ્વારા અગાઉથી જ મનિષ કાપડિયાને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. સૌરાષ્ટ્રવાસી મતદારો ઉપરાંત તળ સુરતના મતદારો સહિત વિવિધ સમાજના આગેવાનો પણ મનિષ કાપડીયાના સમર્થનમાં આગળ આવ્યા છે ત્યારે આવતી કાલે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઉપ પ્રમુખ પદની ચૂંટણી સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાવાની છે. આ ચૂંટણી માટે હાલમાં શહેરના મહાજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે તેમજ ચેમ્બર ઓફ કોમર્સ જેવી વેપારીઓની સંસ્થાનું સુકાન યુવા અને દીર્ઘ દ્રષ્ટા ઉમેદવારના હાથમાં સુપ્રત કરવા માટે મહાજનોમાં ઉત્સાહ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી અને તળ સુરતના મતદારો આ વખતે એક જુથ થઇ અને આ ચૂંટણીને સંપન્ કરશે ત્યારે મનિષ કાપડિયાને શહેરના તમામ વર્ગમાંથી આવકાર મળી રહ્યો છે.