સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસની શિસ્ત સમિતિએ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન સાથે શિસ્ત સમિતિએ ફોર્મ રદ થવામાં નિષ્કાળજી અથવા ભાજપ સાથે મેળાપીપણું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે એવું કારણ આપીને આ નિર્ણય લીધો છે. સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ ખોટી સહીની એફિડેવિટ કરતાં તેમનું ફોર્મ રદ થયું હતું. આ ફોર્મ રદ થયાં બાદ કુભાણી ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ગઈકાલે (25મી એપ્રિલ) નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું હતું કે, 'મારા પતિ નિર્દોષ છે અને તેઓ અમદાવાદ છે. કોગ્રેસના નેતાઓ સાથે મળીને સમગ્ર ઘટનાનો ખુલાસો કરશે.' ત્યારબાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ એક પત્ર જાહેર કરીને નિલેશ કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, તેમની નજીકના વર્તુળો એવુ પણ જણાવી રહ્યા છે કે,કોંગ્રેસે ભલે છ વર્ષ માટે નિલેસ કુંભાણીને સસ્પેન્ડ કર્યા પરંતુ તેઓ છ દિવસમાં ભાજપમાં જોડાઇને કોંગ્રેસને વળતો તમાચો મારશે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે કે કેમ એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે.
• Share •