સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ચેમ્બરના સર્વાંગી હિતને ધ્યાનમાં રાખીને ડૉ. બંદના ભટ્ટાચાર્યએ સ્તુત્ય પગલાના ભાગ રૂપે શ્રી નિખિલ મદ્રાસીના સમર્થનમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ટેક્ષ્ટાઈલ જગતના અગ્રણીઓ શ્રી સાવરમલ બુધિયાજી, પાંડેસરા ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ના ચેરમેન શ્રી કમલવિજય તુલશ્યાન, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી સુનિલ જૈન, ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાશ હકીમ, ઓફિસર જીમખાનાના સેક્રેટરી શ્રી અશોક મહેતા, ઉપરાંત, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ ભરતભાઈ ગાંધી, શ્રી રાજેન્દ્રભાઈ ચોખાવાલા, શ્રી પ્રફુલભાઈ શાહ, શ્રી અશોકભાઈ શાહ, ડૉ. અજોય ભટ્ટાચાર્ય, સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન અને સચિન જી.આઈ.ડી.સી.ના સેક્રેટરી શ્રી મયુર ગોળવાલા અને ઉદ્યોગપતિ શ્રી મયુરભાઈ ચેવલીની ઉપસ્થિતિમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાના અંતે ધંધા-ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના સર્વાંગી વિકાસના હિતમાં ડૉ. બંદના ભટ્ટાચાર્યએ પોતાની ઉમેદવારી શ્રી નિખિલ મદ્રાસીના સમર્થનમાં પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. નિખિલ મદ્રાસી દ્વારા ડો. બંદનાબેન ભટ્ટાચાર્યને તેમના આ પરિપક્વ નિર્ણય માટે અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગકારો દ્વારા નિખિલ મદ્રાસીને સમર્થન આપવામાં આવી રહ્યું છે.
• Share •