Page Views: 21743

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી વસાણી પરિવારના યુવાનના અંગોનું દાન- ત્રણ વ્યક્તિને નવજીવન મળશે

હનુમાન જયંતિના દિવસે જીવનદીપ ઓર્ગન ડોનેશનના માધ્યમથી 14મું અંગદાન

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાના આસપાસ વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પીટલ માંથી અજાણ્યા નંબર માંથી ફોન આવેલ કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં લાવેલ છે.  જેમની જાણ અમોને થતાં અમોએ તેમને વિનંતી કરેલ કે જો દર્દી ટ્રાન્સફર થઇ શકે એમ હોય તો તેઓને સુરત સ્થિત ૧૦૮ મારફતે સુરત શિફ્ટ કરવામાં આવે,  ત્યારબાદ ૧૦૮ મારફતે તેઓને સુરત સિવિલ લવાયેલ હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરત, વરાછા રોડ, ખાતે પી.પી. માણીયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા નવનીતભાઈ ની  પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના  ડો.હરિન મોદી, ડો.આયુષ ગોળકીયા, ડો.મિતલ કોઠારી,ડો.જીગ્નેશ ગેન્ગડિયા અને ડો.ભુપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. 

પી.પી.માણીયા હોસ્પિટલના ચેરમેન ડો.નીલેશભાઈ માણીયા એ  જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યો હતો.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ, નવનીતભાઈ થી નાના ભાઈ મુકેશભાઈ બ્રેઈન ડેડ થયેલ દર્દી નું અંગદાન કરી બીજા અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિષેની સંપૂર્ણ માહિતી થી વાકેફ હતા, વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાખ થવાનું છે. તો આપડે શા માટે અંગદાન ના કરીએ. જેથી કરીને એમણે અને એના સબંધી ડો.કૌશિકભાઈ ધોરાજીયા, અજયભાઈ માંગરોળીયા,  ભાવિનભાઈ વેકરીયા, સુમીતભાઈ વસાણી, કેતનભાઈ ડોબરિયા(એડવોકેટ), ઉષાબા પડાળીયા(માતાજી) તથા પી.પી.માણીયા હોસ્પિટલના ડો.નીલેશભાઈ માણીયા ડો. ભુપેન્દ્ર મકવાણા, રાજ નાકરાણીએ  જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાનાભાઈ મુકેશભાઈએ સમગ્ર વસાણી પરિવારને એક જૂથ કરી  અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.  

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પી.પી.માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટો માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

        જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પી.પી.માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના   સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હદય,  લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય ૩  લોકોને ફરી નવજીવન મળ્યું.

         અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલ, દ્વારા હદય અને IKDRC દ્વારા લીવર, અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલ માં સ્વીકારવામાં આવ્યું હતું.

અંગદાન માટેની આ પ્રક્રિયામાં  જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો. નિલેષ કાછડીયા,  વિપુલ તળાવીયા, મનીષભાઈ કાપડિયા-SGCCI, જસ્વીન કુંજડીયા,  બિપિન તળાવીયા,  ભાવેશ દેસાઈ, અશ્વિન સાવલિયા, વિજય સાવલિયા, આશિષ સાવલિયા, રોટરી કલબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રમુખશ્રી વિજય માંગુકિયા, ભાવેશ ઘેલાણી, કલ્પેશ બલર, પંકજ બલર,  ઉમેશ ડુંગરાણી, વૈજુલ વિરાણી, સંજય વઘાસીયા, પી.પી.માણિયા હોસ્પિટલના ચેરમેન ડો. નિલેશ માણીયા, ડો. મેહુલ કાબરીયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.

તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પી.પી.માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે ૨ વિવિધ ગ્રીન કોરીડોર તથા પી.પી.માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો ૨૬૯ કી.મીનો ૧ ગ્રીન કોરીડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

“અંગદાન સર્વશ્રેષ્ઠ દાન”  - “એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે”