સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
આજે સવારે ડીંડોલીના મધુરમ સર્કલથી ચલથાણ જતા કેનાલ રોડ ઉપર એક ખુલ્લા ખેતરમાં હાઈટેન્શન ટાવરની નજીક એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. કોઇ રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તાત્કાલિક ડીંડોલી પોલીસની પીસીઆર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. મરનાર યુવાનના શરીર ઉપર દેખાતા ઘાવ ઉપરથી મરનારની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. મરનારના ગળાના ભાગે તથા ગળાના ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ સાથે જ ડોગ સ્ક્વોડ પણ બોલાવી લીધી હતી.મરનાર યુવાનની હત્યા ક્યારે અને કેમ થઈ તે અંગે તથા આ અજાણ્યાની ઓળખ થાય તે માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
• Share •