Page Views: 8773

ચેમ્બર ઓફ કોમર્સ તથા ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે US Immigration Law options for Businesses and Investors વિશે સેમિનાર યોજાશે

આ સેમિનાર SMEs, MSMEs, HNIs અને પ્રોફેશનલ્સ માટે ખૂબ જ મહત્વનો

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ૧ર એપ્રિલ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ડોમ, સરસાણા, સુરત ખાતે US Immigration Law options for Businesses and Investors વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સેમિનારમાં નિષ્ણાંત વકતાઓ તરીકે Nachman Phulani Zimovcak (NPZ) Law Groupના મેનેજિંગ એટોર્ની ડેવિડ નાચમન, NPZ Law Group, Raritan, New Jersey officeના મેનેજિંગ એટોર્ની સ્નેહલ બત્રા, CMB Swiss COના વાઇસ પ્રેસિડેન્ટ – ભારત ગિરિશ મોહિલે અને CMB Regional Centersના ઇન્વેસ્ટર રિલેશન્સ મેનેજર રંજીતા પ્રકાશ દ્વારા ઉદ્યોગકારોને વિષયલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમિનાર SMEs, MSMEs, HNIs અને પ્રોફેશનલ્સ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે, આથી આ ક્ષેત્ર તથા સેકટરની સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને આ સેમિનારમાં ભાગ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.