Page Views: 6116

સી આર પાટીલની ક્ષત્રિય સમાજને અપીલ- મોટું મન રાખી રૂપાલાને માફી આપો

મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી સહિત ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ સાથે બેઠક બાદ સી આર પાટીલે અપીલ કરી

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રૂપાલાના ક્ષત્રિય સમાજને લઇ કરવામાં આવેલા નિવેદનનો વિવાદ થંભવાનું નામ નથી લેતો ત્યારે હવે મુખ્યમંત્રી સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાજ્યના ગૃહમંત્રીએ પણ આ મામલે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સાથે મીટીંગ કરી છે. આજે ગાંધીનગરમાં સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્તવની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, 'રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા હતી, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ , આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે માટે ચર્ચા થઈ હતી. જો કે, હજુ પણ આ વિવાદ અટકવાનું નામ નથી લેતો અને દિવસે દિવસે આગમાં ઘી હોમાઇ રહ્યું હોય એવી સ્થિતિ સર્જાઇ રહી છે.