સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ધુળેટી પર્વના રોજ આશરે સાંજે છ વાગે શિવમ ખસતિયા પહેલા માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલ થી પોતાના મિત્રો સાથે રમતો હતો, ત્યારે પહેલા માળે ઉભેલ શિવમ તેના મિત્રએ નીચેથી ફેકેલ બોલ પકડવા જતા પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળેથી નીચે જમીન ઉપર પટકાયો અને ઈજાગ્રસ્ત થયેલ હતો. સ્થળ ઉપર હાજર શિવમના પિતરાઈ ભાઈ તેઓને વલવાડા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જતા, બાળકની પરિસ્થિતિ જોતા ત્યાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે સલાહ આપી હતી. તેથી શિવમના પિતરાઈભાઈ એ પોતાની કારમાં બાળકને અન્ય હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા હતા, રસ્તામાં બાળકના શ્વાસ બંધ થઈ જતા સુનિતાબેન પટેલ (PHC -સુપરવાઇઝર) તેઓએ બાળકને તુરંત સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું અને અધવચ્ચેજ પોતાની સુજબૂજ થી 108 નો કોન્ટેક કરી અને બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં પિતરાઈ ભાઈએ એમના સબંધી ડો. મેઘજી ઘોઘારીનો સંપર્ક કર્યો ધૂળેટીનો તહેવાર હોવાથી ડો. મેઘજી ઘોઘારીએ અગાઉથી જ ઘટનાની જાણ હોઈ જેથી સરદાર હોસ્પિટલની ટીમને ખડે પગે સ્ટેન્ડબાય કરી દીધી. હતી ત્યાં સિટી સ્કેન રીપોર્ટમાં બ્રેઈન હેમરેજ જણાતું હોવાથી તેઓને તાત્કાલિક સર્જરી ની જરૂરિયાત હોય, જેથી સુરત સ્થિત નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા
નિર્મળ હોસ્પિટલ માં ન્યુરોસર્જન ડો. હિતેશ ચિત્રોડા દ્વારા તેઓનું મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ૪૮ કલાક બાદ શિવમ ની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રીપોર્ટ કરાતા ડો. નિર્મલ ચોરારિયા, ડો. હિતેશ ચિત્રોડા, ડો. જીજ્ઞેશ વૈદ્ય, ડો. જીગ્નેશ પટેલ, ડો. વિજય શાહ, દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાગૃત ડો. મેઘજીભાઈ ઘોઘારી અને ડો. હિતેશ ચિત્રોડા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવિયા ડો. નિલેષ કાછડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવી હતી. પિતા નિલેશભાઈ, માતા દક્ષાબેન, પિતરાઈ વિશાલભાઈ, મામા વિરેન્દ્રભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ભગવાનભાઈ, પ્રેમજીભાઈ, ડો. મેઘજીભાઈ ઘોઘારી સહિત વિચાર કરવામાં આવ્યો કે શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ ત્યારે સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સહમતી આપી હતી.
આ પ્રક્રિયા માટે પરિવારજનોની સહમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. નિર્મળ ચિલ્ડ્રન હોસ્પિટલ માંથી સોટો માં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર અને બન્ને કિડનીનું દાન IKDRC હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.
અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. નીલેશ કાછડિયા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દીલીપદાદા દેશમુખ, નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉ. નિર્મલ ચોરારિયા, ડો. વિજય શાહ, ડો. હિતેશ ચિત્રોડા, ડો. જીગ્નેશ પટેલ, ડો. જીગેશ વૈદ્ય, ડો. અક્ષય જૈસ્વાલ, ડો. પૂજા તોશનીવાલ, ડો. ઝરણા શાહ, જતીન જોષી, સાગર સોલંકી, દીક્ષિત ત્રિવેદી, મકરંદ જોષી, દીપક જૈસ્વાલ, જીવનદીપ ટીમના કલ્પેશભાઈ બલર, નીતીન ધામેલીયા, ચિરાગ કુકડિયા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, હાર્દિક ખીચડીયા, હર્ષ પાઠક, ઉમેશ મિશ્રા, દિપક દોંગા, આશિષ સાવલિયા, વલ્લભભાઈ ચોથાણી, કમલેશ કાતરિયા અને સમગ્ર નિર્મલ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.
ઓર્ગન સમય સર સુરતથી અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોરની સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ ૧૩મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. લીવર અને બન્ને કીડીનીઓના અંગદાન થકી અન્ય ત્રણ લોકોને નવજીવન મળનાર છે.
• Share •