Page Views: 9352

માથાભારે સજ્જુ કોઠારીએ ગુનાખોરીથી ભેગી કરેલી રૂ.4.31 કરોડની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી

ક્રાઇમ બ્રાંન્ચે સજ્જુને તેના ઘરના ગુપ્ત રૂમમાંથી ઝડપ્યો હતો

સુરત: વર્તમાન ન્યૂઝ.કોમ

માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી  ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડીએ (ED) ટાંચમાં લીધી છે. ઈડીએ મની લોન્ડરીંગ (PMLA) હેઠળ કાર્યવાહી કરી છે. સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર 6 કેસ નોંધ્યા હતા. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે ગુનાખોરીથી સજ્જુએ 4.29 કરોડની મિલકત ભેગી કરી હતી. સજ્જુએ પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામ પર 31 સ્થાવર મિલકત ઉભી કરી હતી. આ તમામ મિલકતો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.

બે વર્ષ પહેલાં સજ્જુ કોઠારીની ધરપકડ કરાઈ હતી

માથાભારે સજ્જુ કોઠારીનો સુરતમાં ખૂબ આતંક હતો. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી આપતો હતો. બે વર્ષ પહેલાં 26 માર્ચ 2022ના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. કોઠારીએ નાનપુરાના જમરુખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો. તે રૂમમાંથી પોલીસે તેને પકડ્યો હતો.