સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના સિંગણપોરમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ કેસમાં પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. દિલ્હીના રાહુલ સૈની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માર્કશીટ રેકેટમાં દેશ વ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવડાવતો હતો. સમગ્ર મામલે પોલીસ એક બાદ એક કુલ 4ની ધરપકડ કરી છે. લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવામાં આવતી હોવાનું સામે આવતાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
એજન્ટ મારફતે ચાલતું રેકેટ
પોલીસે કહ્યું કે, રાષ્ટ્ર્વ્યાપી કૌભાંડ છે. વિદેશ જવા જેમ એજન્ટ હોય તેમાં જે ડોક્યુમેન્ટ જોઈએ ત્યારે આ લોકો પાસેથી ડોક્યુમેન્ટ માટે મોકલતાં હોય છે. નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ હતો. તેની સાથે અલગ અલગ એજન્ટ સંપર્કમાં હતાં. જેના આધારે બે એજન્ટ ઝડપાયા હતાં. જેમાં સેલવાસથી હાસીફ જીવાણી અને કેતન જેઠવા પણ સર્ટિની જરૂર હોય તેને નિલેશ પાસે મોકલતાં હતાં.
દિલ્હી-હરિયાણા હબ
નિલેશ દિલ્હી અને હરિયાણાના એજન્ટ પાસે મોકલતા કરણ, રાહુલ, મનોજકુમાર હતાં. આ લોકો પાસે ઘણા એજન્ટ નિલેશ જેવા હતાં. જેમાં તપાસ કરતાં રાહુલ સૈનિની અટક કરવામાં આવી છે. તેના ઘરમાંથી અલગ અલગ 60 ડિગ્રી મળી છે. જેમા 47 નામ સાથેની છે. બાકીની કોરી છે. રાહુલની કસ્ટડી મંગાઈ છે. તેમાંથી નવા તાર ખુલી રહ્યાં છે. દિલ્હી અને હરિયાણાના અમૂક લોકો ફેક સર્ટિનો ધંધો કરી રહ્યાં છે. ભારતમાં ઘણા લોકોને આવી ડિગ્રી અપાઈ છે. આ સિન્ડીકેટ છે.
217 ડિગ્રી સર્ટી મળ્યા
આ ગેંગના માસ્ટર માઈન્ડ દિલ્હી અને હરિયાણામાં બેઠા છે. જેમની અટક કરાઈ છે. અત્યાર સુધીમાં 217 ડિગ્રી અને સર્ટિ જમા કરાયા છે. જેમણે ખોટી રીતે ડિગ્રીનો ઉપયોગ કરાયો છે તેવા પણ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ આમાં ઘણા ઈસમો સંડોવાયેલા હોવાથી રેડ કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટીનું ઈન્વોલ્વમેન્ટ
અમુક યુનિવર્સિટીનું ઈન્વોલ્વમેન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે. આ લોકોના કોન્ટેક્ટ યુનિવર્સિટીમાં હોય તેવું સામે આવ્યું છે. તેઓ પણ મદદ કરતાં હોય તેવું સામે આવ્યું છે. આ લોકો યુનિવર્સિટીની ઓથોરિટી આપતાં હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાતની આ યુનિવર્સિટીનો સમાવેશ
અમદાવાદની પણ એક યુનિવર્સિટી સંકળાયેલી હોવાનું સામે આવતાં તપાસ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 સર્ટિફિકેટ પણ સામે આવ્યાં હતાં. જેમાં તપાસ કરતાં આ ડિગ્રી ફેક હોવાનું તપાસમાં આવ્યું હતું. જેના આધારે ગુનો દાખલ કરાયો છે. હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
• Share •