Page Views: 3512

ચેમ્બર ઓફ કોમર્સ તથા ASHINE, SVNITના સંયુકત ઉપક્રમે ADITI & DISC XI Challenges of IDEX GOI વિશે અવેરનેસ સેશન યોજાયું

ડો. પ્રભાકરન પલેરી અને જતિન અરોરા દ્વારા સુરતના સ્ટાર્ટ–અપ્સ અને ઉદ્યોગકારોને ડિફેન્સ ક્ષેત્રે વિવિધ પ્રોડકટ બનાવવા માટે યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન અપાયું

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ASHINE, SVNITના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ર૦ માર્ચ ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે અશાઇન, એસવીએનઆઇટી, સુરત ખાતે ‘ADITI & DISC XI Challenges of IDEX (Defense Innovation Organization-DIO) under Ministry of Defense, GOI’ વિષય પર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. પ્રભાકરન પલેરી (Former DG, Coastguard, Ministry of Defense, ભારત સરકાર) અને જતિન અરોરા (Dy Program Director, IDEX, DIO, Ministry of Defense, ભારત સરકાર)એ ઉદ્યોગકારોને ડિફેન્સ ક્ષેત્રે વિવિધ પ્રોડકટ બનાવવા સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સેશનમાં સર્વેને આવકારી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી. તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની પણ ચર્ચા કરી હતી. એસવીએનઆઇટીના રિસર્ચ પાર્કના પ્રોફેસર ઇન્ચાર્જ ડો. હર્ષિત દવેએ અશાઇન, એસવીએનઆઇટી વિશે માહિતી આપી હતી.

ડો. પ્રભાકરન પલેરીએ જણાવ્યું હતું કે, ભારતના રક્ષા મંત્રાલય દ્વારા નિર્ણાયક અને વ્યૂહાત્મક સંરક્ષણ ટેકનિકોમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે iDEX (ADITI) યોજના સાથે નવીન ટેકનિકોના વિકાસની શરૂઆત કરવામાં આવી છે. Acing Development of Innovative Technologies with iDEX (ADITI) Scheme હેઠળ, સ્ટાર્ટ–અપ્સ સંરક્ષણ ટેકનિકમાં તેમના સંશોધન, વિકાસ અને નવીનતાના પ્રયાસો માટે રૂપિયા ૧.પ કરોડથી લઇને રૂપિયા રપ કરોડ સુધીની ગ્રાન્ટ–ઇન–એઇડ મેળવવા માટે પાત્ર છે.

યુવા ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવા માટે, iDEX ને iDEX Prime સુધી વિસ્તરણ કરવામાં આવ્યું હતું. iDEX Challenges હેઠળ સ્ટાર્ટ–અપ્સને રૂપિયા ૧.પ કરોડની સહાય મળવાપાત્ર હતી, જેને iDEX Prime Challenges હેઠળ રૂપિયા ૧૦ કરોડ સુધી કરવામાં આવી હતી. સેવાઓ અને DPSU દ્વારા આપવામાં આવેલા પડકારોના ઉકેલો પ્રદાન કરવામાં પ્રોત્સાહક સહભાગિતાને પગલે હવે ADITI યોજના શરૂ કરવામાં આવી છે. ADITI યોજના હેઠળ સ્ટાર્ટ–અપ્સ, રૂપિયા રપ કરોડ સુધીની ગ્રાન્ટ મેળવવા માટે પાત્ર છે.

આ યોજનાઓ તા. ૪ એપ્રિલ ર૦ર૪ સુધી iDEXની વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે અને આ પોર્ટલ પર આપવામાં આવેલા વિવિધ પડકારોનું નિવારણ વિવિધ સંરક્ષણ કોષો માટે આપવામાં આવશે. આ યોજના યુવાનોના ઈનોવેશનને પોષશે અને દેશને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરશે. ડો. પ્રભાકરને નેશનલ સિકયુરિટી એન્ડ ડિફેન્સ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ કરવાના હેતુથી આ યોજનાઓનો લાભ લેવા માટે તેમણે સ્ટાર્ટ–અપ્સ, ઉદ્યોગકારો અને યુવાઓને અનુરોધ કર્યો હતો.

ભારત સરકારના રક્ષા મંત્રાલયના iDEX (ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એકસેલન્સ)ના ડેપ્યુટી પ્રોગ્રામ ડાયરેકટર જતિન અરોરાએ ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ADITIની પ્રથમ આવૃત્તિમાં, ૧૭ પડકારો – ભારતીય સેના (૩), ભારતીય નૌકાદળ (પ), ભારતીય વાયુસેના (પ) અને સંરક્ષણ અવકાશ એજન્સી (૪) – લોન્ચ કરવામાં આવ્યા છે. DISC 11 રર સમસ્યા નિવેદનો રજૂ કરે છે. ભારતીય આર્મી (૪), ભારતીય નૌકાદળ (પ), ભારતીય વાયુસેના (પ), આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ (૭) અને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (૧) – જેનો ઉદ્દેશ્ય જટિલ સંરક્ષણ પડકારોને સંબોધિત કરવા, આમંત્રિત કરવાનો છે. દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધારી શકે અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપી શકે તેવા નવીન ઉકેલો પ્રસ્તાવિત કરવા માટે સ્ટાર્ટ–અપ્સ તેમજ ઉદ્યોગકારોને તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે DefConnect ર૦ર૪ દરમિયાન ADITI સ્કીમ, DISC 11 અને અન્ય પહેલોની કરાયેલી શરૂઆત વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તા. ૪ માર્ચ ર૦ર૪ના રોજ ભારતના માનનીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘ દ્વારા Acing Development of Innovative Technologies with iDEX (ADITI) Scheme લોન્ચ કરવામાં આવી હતી. રક્ષા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જરૂરી ટેકનોલોજી જાતે જ વિકસાવવાની જરૂર ઉભી થઇ છે. એના માટે આપણને સંશોધન અને વિકાસની જરૂર છે. ભારતમાં ઊર્જાસભર અને કુશળ યુવાનોનું વિશાળ કાર્યબળ છે, જેઓ ભારતને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. ADITI યોજના હેઠળ, જે સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન (DDP)ના iDEX (ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એકસેલન્સ) માળખા હેઠળ આવે છે, ર૦ર૩–ર૪થી ર૦રપ–ર૬ના સમયગાળા માટે લગભગ રૂપિયા ૭પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સની ડિફેન્સ કમિટીના ચેરપર્સન આશા દવેએ કાર્યક્રમની રૂપરેખા આપી સમગ્ર સેશનનું સંચાલન કરી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ડિફેન્સ કમિટી સભ્ય તેમજ iDEX વિજેતા લઘુ ઉદ્યોગકાર હિરેન વડગામાએ મુખ્ય વકતા ડો. પ્રભાકરન પલેરી અને ASHINEના સિનિયર ઇન્કયુબેશન મેનેજર દર્શન મહેતાએ વકતા જતિન અરોરાનો પરિચય આપ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અરવિંદ કાપડીયા અને ઉદ્યોગકારો અને યુવાઓ આ સેશનમાં ઉપસ્થિત રહયા હતા. બંને વકતાઓએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ અવેરનેસ સેશનનું સમાપન થયું હતું.