Page Views: 2311

સુરતના આંગણે મહા વિદેહ ધામના 11 દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે સમર્પણ પર્વ સાથે રજોહરણ

દીક્ષાદાનેશ્વરી ગુરુદેવશ્રીની 70મી દીક્ષાતિથી નિમિત્તે શાસ્ત્રીય સામાયિકનું આયોજન થયું જેમાં પ.પૂ. આ. ભ. શ્રી. વિ. કુલચંદ્રસૂરિશ્વરજી વગેરે 11 થી વધુ આચાર્ય ભગવંતોએ ગુણરત્નસૂરિજી મ.સા. ના ગુણાનુવાદ કર્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

દીક્ષા દાનેશ્વરી સંયમતીર્થશ્રી મહાવિદેહ ધામ પાર્શ્વ પ્રભુ પ્રતિષ્ઠા અને ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠા ઉપલક્ષમાં ચાલી રહેલ 11 દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે 13/02/2024 મહા સુદ 4, મંગળવાર ના રોજ ‘સમર્પણ પર્વ’ નામનો બીજા દિવસનો શુભારંભ થયો.

     સવારે 8:00 વાગે સમગ્ર સુરત શહેર માટે  રાખેલી ‘રજોહરણ સ્પર્ધા’ માં ભાગ લેનાર ભાગ્યશાળીઑ પોત-પોતાની કલા મુજબ રજોહરણને શણગારીને લઈ આવ્યા, 451 દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિજી મ.સા. એ પોતાના સંયમ જીવન કાળ દરમ્યાન 451 આત્માઓને રજોહરણ અર્પણ કર્યા હતા એ બાબતને અનુલક્ષીને સમગ્ર સુરતમાંથી 451 થી પણ વધુ રજોહરણ આવ્યા, એમાંથી BEST 11 ને ઇનામો આપવામાં આવ્યા. અને બાકીને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા.

     સવારે 9:00 વાગે દીક્ષાદાનેશ્વરી ગુરુદેવશ્રીની 70મી દીક્ષાતિથી નિમિત્તે શાસ્ત્રીય સામાયિકનું આયોજન થયું જેમાં પ.પૂ. આ. ભ. શ્રી. વિ. કુલચંદ્રસૂરિશ્વરજી વગેરે 11 થી વધુ આચાર્ય ભગવંતોએ ગુણરત્નસૂરિજી મ.સા. ના ગુણાનુવાદ કર્યા.

     ગુણાનુવાદ દરમ્યાન વચ્ચે-વચ્ચે ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ને ઉપલક્ષીને જુદા-જુદા ગુરુભગવંતોએ જે-જે ગ્રંથોની રચના કરી તેનું ભવ્ય વિમોચન સમારંભ થયો તે સંપૂર્ણ કાર્યક્રમના શ્રી ઋષિલભાઈ શાહ એ એંકરીગ કર્યું.

     બપોરે 2:00 વાગે ગુરુગુણ ગૌરવગાથા અને સદ્ગુરુસ્તવ નામનો કાર્યક્રમ થયો જેમાં જુદા-જુદા સાધ્વીજી ભગવંતોએ સુરતમાંથી પધારેલ હજારો બહેનો આગળ ગુણરત્નસૂરિજી મ.સા. ના ગુણાનુવાદ કર્યો. અને એમાં બહેનો ની સમુહ સામાયિક નો કર્યાક્રમ થયો.

     સાંજે 6:00 વાગે સંગીતમય ગુરુમિલનનો ભવ્ય કાર્યક્રમ થયો જેમાં જુદા-જુદા સંગીતકારોએ ગુરુ ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પર બનેળ ગીતોનું સમધુર સંગીત દ્વારા ગાન કરાવ્યુ.

     આ રીતે 11 દિવસીય કાર્યક્રમ અંતર્ગત ‘સમર્પણ પર્વ’  નામનો બીજો દિવસ સંપૂર્ણ થયો.

આવતી કાલની વિગતો આપતા ટ્રસ્ટી શ્રી ડો. સંજયભાઈ એ જણાવ્યુ કે સુરતમાં સર્વ પ્રથમવાર 30-30 સામૂહિક વડી દીક્ષાનો ભવ્ય આયોજન થશે, બપોરે 2:00 વાગે બહેનો માટે સાધ્વીજી દ્વારા જુદી-જુદી 21 ભાષામાં ગુણાનુવાદ થશે તથા દેરાસરમાં કુંભ સ્થાપના, દિપક સ્થાપના, જવારારોપણ-ક્ષેત્રપાળ પૂજન વગેરે પૂજન થસે.

સાંજે 6:00 વાગે પાર્શ્વ ભક્તિ થશે

સાંજે 7:00 વાગે સમગ્રસુરતના વિશિષ્ટ વૈયાવચ્ચ પ્રેમીઓનું સન્માન સમારોહ યોજાશે.