Page Views: 3516

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત ઇકોનોમિક ફોરમ અંતર્ગત‘જીઓ–પોલિટિકલ એકવેઝન્સ’વિશે સેશન યોજાયું

ચાઇનાથી ઉદ્યોગો અન્ય દેશોમાં ખસેડાઇ રહયા છે, જેનો લાભ ભારત અને વિયેતનામને મળશે ત્યારે ભારતમાં વિકાસની આ તકને ઉદ્યોગ – ધંધાઓએ ઝડપવી જોઇએ : નવગુજરાત સમય તેમજ અમદાવાદ મિરરના ગૃપ એડિટર અજય ઉમટ

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મિશન ૮૪ અંતર્ગત સુરત ઇકોનોમિક ફોરમના ભાગ રૂપે શુક્રવાર, તા. ૯ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે ‘જીઓ–પોલિટિકલ એકવેઝન્સ’વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જાણીતું દૈનિક અખબાર નવગુજરાત સમય તેમજ અમદાવાદ મિરરના ગૃપ એડિટર અજય ઉમટ દ્વારા સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ આ સેશનમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘થિન્ક ગ્લોબલ, એકટ લોકલ’ના સૂત્ર સાથે સુરત ઇકોનોમિક ફોરમની રચના કરવામાં આવી રહી છે. સુરત ઇકોનોમિક ફોરમ અંતર્ગત સુરતના તેમજ દેશના દરેક નાગરિકના વિકાસ હેતુ એક મજબૂત માળખું તૈયાર થાય તે માટે દેશના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તેમજ વિવિધ વિષયના વિદ્વાનો સાથે સંવાદો યોજાઇ રહયા છે, જેના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

નવગુજરાત સમય તેમજ અમદાવાદ મિરરના ગૃપ એડિટર અજય ઉમટે જણાવ્યું હતું કે, ર૦મી સદીમાં બે દેશો વચ્ચે જમીન મેળવવા માટે યુદ્ધ થતા હતા, પરંતુ હવે દરિયાઇ પાણી પર કબજો મેળવવા માટે બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા છે. માલદીવમાં બધે જ ભારતીયો રહે છે, પરંતુ ત્યાંની સરકાર ભારતીયો વિરોધી છે અને એ માલદીવમાંથી ભારતીયોને ખસેડી જવા માટે પ્રયાસ કરી રહી છે. તેમણે કહયું કે, હવે વિશ્વના જુદા–જુદા દેશો સેમી કન્ડકરો અને મિનરલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે મેગ્નીફિસન્ટ ૭ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની ટોચની કંપનીઓ જેવી કે એપલ, ગુગલ, માઇક્રોસોફટ, એમેઝોન, મેટા, ટેસ્લા (ટ્‌વીટર) એન એનવિદીયા જેવી વિશ્વ કક્ષાએ સૌથી મોટી ૭ કંપનીઓના શેરમાં ૧૦૦થી ર૦૦ ટકા વૃદ્ધિ થઇ હતી. આ કંપનીઓ અમેરિકાના શેરબજારમાં પપ ટકા હિસ્સો ધરાવે છે, આથી ગત વર્ષે અમેરિકન શેરબજારમાં ર૭ ટકાનો ગ્રોથ થયો હતો. 

હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. મેગ્નીફિસન્ટ ૭ વર્લ્ડ ડોલર નકકી કરશે. ટેકનોલોજીવાળી કંપનીઝ ઘણી પાવરફુલ છે, પરંતુ તેમના માટે ગ્લોબલ ગવર્નન્સ નથી. મેગ્નીફિસન્ટ ૭માં જે સાત કંપનીઓનો સમાવેશ થાય છે તેઓ અલ્ગોરિધમ નકકી કરે છે. હાલમાં અમેરિકા વિશ્વમાં સૌથી પાવરફુલ છે તેની પાછળનું કારણ એ છે કે મેગ્નીફિસન્ટ ૭માં સમાવિષ્ટ સાતેય કંપનીઓના હેડ કવાર્ટર્સ અમેરિકામાં છે. જેથી કરીને અમેરિકા એ ઇકોનોમિકલી, મિલીટરી અને ટેકનીકલી સૌથી પાવરફુલ છે. તેમણે ઉદ્યોગ સાહસિકો સમક્ષ વિશ્વના વિવિધ દેશોમાં થઇ રહેલા રોકાણનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે દેશોમાં સૌથી વધુ રોકાણ થઇ રહયું છે તેમાં અનુક્રમે જાપાન, મેકિસકો, કેનેડા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ભારત અને તાઇવાનનો સમાવેશ થાય છે. રોકાણ બાબતે ભારત છઠ્ઠા ક્રમે છે. તેમણે કહયું હતું કે, ચાઇનામાં વાર્ષિક ૪૦૦ બિલિયન યુએસ ડોલરનું રોકાણ આવતું હતું, પરંતુ ગત વર્ષે ચાઇનામાં માત્ર ૭ બિલિયન યુએસ ડોલરનું રોકાણ થયું હતું. જ્યારે ભારતમાં પ૦ બિલિયન યુએસ ડોલરનું રોકાણ થયું હતું. હાલમાં જ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન ભારતના મહેમાન બનેલા યુનાઇટેડ અરબ અમિરાતના શેખ એકલા ભારતમાં પ૦ બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવાના છે.

તેમણે પરચેઝ પાવર પેરીટી વિશે જણાવ્યું હતું કે, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટની પેટર્ન બદલાઇ છે. વર્ષ ર૦ર૩માં ડોલર ૩ ટકા નબળો પડયો હતો તેમ છતાં તે સમયે લેટીન અમેરિકાની કરન્સી ઇન્ક્રીઝ થઇ હતી. ચાઇનાથી ઉદ્યોગો હવે અન્ય દેશોમાં ખસેડાઇ રહયા છે, જેનો લાભ ભારત અને વિયેતનામને મળશે. વર્લ્ડનો ઓર્ડર ટેકનોલોજી ગ્રીવન્સ થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશિન લર્નિંગનો જમાનો આવશે. હાલમાં લોકોના મોબાઇલ અને ફેસબૂક એકાઉન્ટ હેક થઇ રહયા છે પણ ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લોકોના બ્રેઇન પણ હેક કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનના ર૮ દેશો ભારતની સાથે આવી શકે છે. ભારતે જી– ર૦માં ઇન્ડિયન મિડલિસ્ટ કોરીડોરનો જે પ્રસ્તાવ મૂકયો છે કે તેનાથી ચીન હલી ગયું છે. અત્યારે ભારતની ઇકોનોમી સ્ટેબલ છે, આથી ઓટો અને રિયલ એસ્ટેટ જેવા વિવિધ ક્ષેત્રો જબરજસ્ત ડેવલપ થવાના છે. જેથી કરીને વિકાસની તકને ઉદ્યોગકારોને ઝડપવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. સુરત ઇકોનોમિક ફોરમના ચેરમેન હેમંત દેસાઇએ ફોરમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરમેનો અને ઉદ્યોગ સાહસિકો હાજર રહયા હતા. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સેશનનું સંચાલન કર્યું હતું. મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.