સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
હાલમાં ગુજરાતમાં ફરી વખત ઠંડીનો માહોલ જામી રહ્યો છે. આગામી દિવસોમાં આ ઠંડીના ચમકારામાં હજુ પણ વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરના કતારગામ ખાતે આવેલા કતારગામ મહાજન અનાથ બાળાશ્રમ સંચાલિત શ્રી એચ ઝેડ લોખંડવાળા પૂર્વ પ્રાથમિક શાળામાં આચાર્યા રચનાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ શિયાળાની સિઝન વિશે બાળકોને સમજ આપવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટમાં બાળકોને શિયાળાના દિવસોમાં કેવા પ્રકારનું વાતાવરણ રહે છે તેની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત શિયાળાની સિઝનમાં થતા ફળ ફૂલ શાકભાજી પહેરવેશ શિયાળાના તહેવારો તથા શિયાળામાં વપરાતા કોલ્ડ ક્રીમની ઉપયોગીતા વિશે વિગતો સમજાવવામાં આવી હતી. સાથો સાથ શિયાળાના ખોરાકની શ્રેણીમાં વસાણા ઉબાડિયું ભડથું અને રોટલો વિગેરે ચીજ વસ્તુને આહાર તરીકે લેવાથી થતા તેના લાભો અંગે વિગતો આપવામાં આવી હતી.
બાળકો દ્વારા આ પ્રમણેના જ વેશ પરિધાન કરવા સાથે બેનર અને પોસ્ટર દ્વારા તેમજ કેટલીક મહત્વની ચીજ વસ્તુઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેનાથી બાળકોના જ્ઞાનમાં વધારો થાય. આ પ્રોજેક્ટ નું સમગ્ર માર્ગદર્શન શાળાના આચાર્ય રચનાબેન દેસાઈ સહિત તેમના સાથી શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં શાળાના નર્સરી વિભાગમાં કોઇ પણ પ્રકારના ડોનેશન વગર નવા એડમીશન આપવામાં આવે છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ આપતી આ સંસ્થા સેવાના ધ્યેય સાથે કાર્ય કરી રહી છે.
શહેરીજનોને આ શાળામાં પૂર્વ પ્રાથમિક શાળામાં પોતના પાલ્યને એડમીશન અપાવવા માટે સંચાલક મંડળ દ્વારા અપીલ કરવા સાથે શાળાના આચાર્યા રચનાબેન દેસાઇનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યુ છે.
• Share •