Page Views: 12147

વેસુમાં યોજાયો દિક્ષા મહોત્સવ મુમુક્ષુ સિમોની કુમારીએ આત્મ કલ્યાણના માર્ગે કદમ માંડ્યા

સિધ્ધિપદને પામવા ઉલ્લસિત બનેલા સાધુપદમાં પ્રવેશ કરવા થનગની રહેલા સંયમભિલાષી મુમુક્ષુ રત્ના સિમોનીકુમારીએ આજે વહેલી સવારે સંસાર નો કર્યો ત્યાગ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

બનાસકાંઠાના વાવના વતની અને સુરત-વેસુ ખાતે રહેતા મહેતા ચંપાબેન અમૃતલાલ રામચંદભાઈ પરિવારમાં મહેતા ચંદ્રિકાબેન જયેશભાઈની લાડલી મુમુક્ષુ સિમોનીકુમારીનો ગઈ કાલે તારીખ- ૬/૧૨/૨૦૨૩ ના રોજ સુરત વેસુ મુકામે પુજ્ય આ.ભ.શ્રી ભક્તિયોગાચાર્ય યશોવિજયસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય દિક્ષા મહોત્સવ યોજાયો,ઉપરોક્ત પ્રસંગે મોટી સંખ્યામાં ભાવુકો, આમંત્રીત મહેમાનો તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સહ ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિ રહી હતી, પુજ્ય આચાર્ય ભગવંતે મંગલ મૂર્હતે મુમુક્ષુને રજોહરણ અર્પણ કરતાં પ્રસંગમાં હાજર સૌની આંખોમાં આસું આવી જતા લાગણીસભર દ્રર્શ્યો સર્જાયા હતા, તેમજ આ સમયે સૌના મુખમાંથી "દીક્ષાર્થી અમર રહો દીક્ષાર્થીનો જય જયકારના" નારા ગુંજી ઊઠ્યા હતા..!!શ્રાવક અજિત મહેતાના જણાવ્યા અનુસાર મુમુક્ષુ સિમોનીકુમારી રજોહરણ અંગીકાર બાદ વેશ પરિવર્તન પછી નુતન દીક્ષિત સાધ્વીજી શ્રી આત્માનુભૂતિશ્રીજી મ. સા. ના નામે ઓળખાયા..!!