મુંબઇ-વર્તમાન ન્યૂઝ.કોમ
ચંદ્રશેખર બાવનકુલેજીએ સંપાદક હાર્દિક હુંડિયા જીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, હાર્દિક હુંડિયા જીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના 75 સફળ કાર્યોને વ્યંગચિત્રોના રૂપમાં 140 કરોડ લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
ભારતના 75માં અમૃત મહોત્સવમાં દેશના સુપ્રસિદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75 નિર્ણાયક કૃતિઓને સ્ટાર રિપોર્ટ મેગેઝિન દ્વારા મુખ્ય સંપાદક હાર્દિક હુંડિયા જીના નેતૃત્વમાં કાર્ટૂન બુક સ્વરૂપે રજૂ કરવામાં આવનાર છે. આ શ્રેણી, મોદી સ્ટાર રિપોર્ટ મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. મોદી રાજ માં હાર્દિકના વ્યંગચિત્રનું કાર્ટૂન ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના હસ્તે બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા, સબ એડિટર રશ્મિ દવે, શ્રદ્ધા રાયબન હાજર હતા.
• Share •