Page Views: 8689

ધારાસભ્ય કુમાર કાનાણીનો ગૃહમંત્રીને પત્ર- સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને પોલીસ પરેશાન કરે છે

સવારથી જ પંદરથી વીસ પોલીસનું ટોળું વાહન ચેકિંગના નામે ઉઘરાણા કરતા હોવાની વર્ષોથી ફરિયાદ ઉઠી રહી છે છતા કોઇ કાર્યવાહી નહીં

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસ દ્વારા આમ જનતાને કેવી રીતે પરેશાન કરવામાં આવે છે તેની જાણકારી આપી છે. ખાસ કરીને સુરતથી ફોર વ્હીલ લઇને સૌરાષ્ટ્રમાં પરિવાર સાથે જઇ રહેલા લોકોને વાસદ ટોલ ટેક્સ વટાવ્યા બાદ પોલીસની દાદીગીરીનો સામનો કરવાનો વખત આવે છે. વહેલી સવારે સુરતથી સૌરાષ્ટ્ર જવા નીકળતા ફોર વ્હીલ ચાલકો સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં વાસદ ટોલ ટેક્સ નાકું પાર કરે છે પછી તુરંત પીપળી તરફ જવાના માર્ગે જ પંદરથી વીસ પોલીસ જવાનો એક સાથે ઉભા હોય છે અને વાહન ચેકિંગના નામે પરિવાર સાથે જતા લોકો પાસે અલગ અલગ પ્રકારના પેપર માંગે છે. આ પેપરમાં કોઇને કોઇ ખામી બતાવીને તેમની પાસેથી તોડ કરવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. કુમાર કાનાણીએ આ પ્રમાણેનો પત્ર લખ્યો છે.