Page Views: 4074

રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા અઠવા ઝોનના બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

બન્ને આરોપીઓને એસીબીએ એક દિવસના રિમાન્ડ પર લીધા હતા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન ઓફીસના લાઈટ વિભાગના ઈલેકટ્રીક જુનિયર એન્જિનિયર પરેશ પટેલ તથા મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનિસ બારડોલીયાએ સ્ટ્રીટ લાઈટના મરમ્મત તથા નિભાવનો ઈજારેદારના 20.36 લાખના બિલોના વ્યવહાર પેટે એક ટકા લેખે રૃ.20 હજાર મળીને 40 હજારની લાંચ માંગી હતી.જે અંગે એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં બંને આરોપીઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ જતાં આરોપીઓની એસીબીએ ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓને સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ એસીબી દ્વારા બન્ને કર્મચારીઓને ગત રોજ કોર્ટમાં રજૂ કરીને  ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બન્ને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.