સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. આંતરે દિવસે શેરીમાં રમતા બાળકોને કૂતરાઓ આંતરે દિવસે શિકાર બનાવીને બચકા ભરી રહ્યા છે ત્યારે વરાછા લંબે હનુમાન રોડ પર બોમ્બે કોલોની ખાતે એક વર્ષની બાળકીને શેરીમાં રખડતા કૂતરાએ બચકા ભરીને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાદ પરિવાર બાળકીને સરવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યો હતો. જ્યાં બાળકીની આંખની સર્જરી કરવામાં આવી છે.
વરાછા આદર્શ નગર સોસાયટી નજીકની બોમ્બે કોલોનીમાં એક બાળકી ઘર નજીક એકલી હતી ત્યારે અચાનક કોઈ રખડતું કૂતરૂ સોસાયટીમાં ઘુસી ગયું હતું. ત્યાર બાદ બાળકીને શિકાર બનાવવાના ઇરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે બચકા ભરી લીધા હતા.
કૂતરાએ કરેલા અચાનક હુમલા બાદ બાળકીના રડવાના અવાજ સાંભળી લોકો દોડી ગયા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યા બાળકીની આંખમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. આજે શુક્રવારે સવારે બાળકીની આંખનું ઓપરેશન કરવામાં આવ્યુ છે. તબીબી બાળકીનું નામ લક્ષ્મી બગદારામ પ્રજાપતિ છે. એક વર્ષની બાળકીનું આંખનું ઓપરેશન કરાઈ રહ્યું છે. ડોક્ટરોએ પણ પડકાર ઝીલીને બાળકીની આંખ ને બચાવી લેવા મહેનત કરી રહ્યાં છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. આ પરિવાર હાલમાં એટલી હદે હેબતાઇ ગયો છે કે, તેઓ કંઇ પણ વાત કરવાની સ્થિતિમાં નથી. બાળકીની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળે છે.
• Share •