સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ભારતના 75માં અમૃત મહોત્સવમાં સુપ્રસિદ્ધ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 નિર્ણાયક કાર્યને સ્ટાર રિપોર્ટ મેગેઝિન દ્વારા મુખ્ય સંપાદક હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં કાર્ટૂન પુસ્તક સ્વરૂપે રજૂ કરવામાં આવનાર છે. દેશના જાણીતા બિલ્ડર અને ફિલ્મ નિર્માતા દિગ્દર્શક આનંદભાઈ પંડિતના હસ્તે આ કાર્ટૂનનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડિયા એ આનંદ ભાઈ નું તિરંગો દુપટ્ટો , સુવર્ણ પુષ્પ આપી ને સમ્માન કરીયું. આ પ્રસંગને અનુરૂપ શુભકામના સંદેશ આપતા આનંદ પંડિતે જણાવ્યું કે હાર્દિક ભાઈ ને હું છેલ્લા ૩૦ વર્ષ થી ઓળખું છું. હાર્દિક ભાઈ હંમેશા સમાજમાં કંઈક નવું કરે છે . આદરણીય મોદી નાં ઉત્કૃષ્ટ ૭૨ કાર્યો પર બની રહેલ કાર્ટૂન બુક નાં આ વ્યંગ ચિત્ર નું વિમોચન કરવાનો અવસર મને મળ્યો તે મારા માટે ગૌરવ લેવા જેવું છે. હું હાર્દિક ભાઈ તથા પુરી ટીમ ને શુભકામનાઓ આપુ છું. આ અવસરે સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા, હીરાના વેપારી પંકજ હુંડિયા, કો-એડિટર રશ્મિ દવે, વ્યંગચિત્રકાર રાજ પાટીલ, શ્રદ્ધા રાયબાન, શ્રુતિ સંચેતી હાજર રહ્યા હતા.
• Share •