નવી દિલ્હી-વર્તમાન ન્યૂઝ.કોમ
નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગૂડ્સ એન્ડ સર્વિસ કલેક્શન થયું છે. આવું બીજી વાર બન્યું છે કે કલેક્શન આ લેવલ સુધી પહોંચ્યું હોય. ઓકટોબરનું જીએસટી કલેક્શન વાર્ષિક 13 ટકા વધ્યું છે. એક વર્ષ પહેલા ઓક્ટોબર 2022માં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલયે કહ્યું કે ઓક્ટોબર 2023નું જીએસટી કલેકશન એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો છે. એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2023-24માં એવરેજ માસિક જીએસટી કલેક્શન ₹1.66 લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષ કરતા 11 ટકા વધુ છે.
• Share •