અમદાવાદ:વર્તમાન ન્યૂઝ.કોમ
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ કરુર ટ્રાન્સમિશન લિમિટેડ (KTL) પ્રોજેક્ટના સફળ કાર્યારંભની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં તમિલનાડુમાં 400/230 kV, 1000 MVA કરુર પૂલિંગ સ્ટેશન અને તેને સંલગ્ન 8.51 સર્કિટ કિલોમીટર (CKM) ટ્રાન્સમિશન લાઇનની સ્થાપનાનો સમાવેશ થાય છે. 1,000 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે આ પ્રોજેક્ટ કરુર/તિરુપુર વિન્ડ એનર્જી ઝોનમાં રિન્યુએબલ સ્ત્રોતોમાંથી વિજળી બહાર લાવવાની સુવિધા આપવા ઉપરાંત તે દક્ષિણ પ્રાદેશિક ગ્રીડને વધુ મજબૂત બનાવશે અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના એકીકરણને મોટા પાયે બળવત્તર બનાવશે. તમિલનાડુમાં સ્થિત કરુર/તિરુપુર વિન્ડ એનર્જી ઝોન એક મુખ્ય વીન્ડ કોરિડોર છે, જ્યાં પવન ઉર્જાની ખાસ ક્ષમતાઓ અને કેટલાક નિર્માણાધીન વીન્ડ ફાર્મ પણ છે. આ પ્રદેશમાં ઉત્પાદિત 2500 મેગાવોટ સુધીના ગ્રીન પાવર બહાર પાડવાની ખાતરી માટે AESLને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ભારતના ડીકાર્બોનાઇઝેશનના ધ્યેયો સાથે સંરેખિત છે, જે 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જી હાંસલ કરવાના દેશના લક્ષ્યને આધાર આપે છે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક, વ્યાપારી અને રહેણાંક ગ્રાહકોને વિશ્વસનીય અને સ્વચ્છ ઉર્જા પ્રદાન કરશે.
AESL એ ડિસેમ્બર 2021 માં ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા દ્વારા આ પ્રોજેક્ટને 35 વર્ષના સમયગાળા માટે હાંસલ કર્યો છે, જેમાં બાંધકામ, માલિકી, સંચાલન અને જાળવણીને આવરી લેવામાં આવ્યા છે. AESL એ અસંખ્ય પડકારો હોવા છતાં આ પ્રોજેક્ટને ફાસ્ટ-ટ્રેક મોડમાં અમલમાં મૂક્યો હતો. જેમાં ઇકોલોજીકલ અસરને ઓછી કરતી વખતે ટોપોલોજીકલ પડકારોને ધ્યાનમાં લીધા હતા. અમલીકરણ દરમિયાન અનેક નવીન અભિગમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં કોંક્રીટીંગ વર્ક માટે હાઈ-બૂમ RMC મશીનોનો ઉપયોગ, ટાવર ઈરેક્ટેશન માટે હાઈ-બૂમ લિફ્ટ્સ અને ક્રેન્સનો ઉપયોગ તેમજ નવીનતમ SCADA સિસ્ટમ દ્વારા અદ્યતન સાયબર સિક્યુરિટી એન્ડપોઈન્ટ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ઉન્નત પ્રગતિ માટે બહુવિધ પાળીઓમાં ચોવીસ કલાક કામ કરવામાં આવ્યું હતું. AESL દ્વારા અમલવારી દરમિયાન 24 કલાકમાં બે 48-MT ટાવરના નિર્માણ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી, જે 5-6 MT/દિવસના સામાન્ય દરને વટાવી જાય છે.
AESL એ 400 kV D/C પુગલુર-પુગલુર (HVDC) લાઇનને બંધ કરવા અને હાલની ટ્રાન્સમિશન લાઇનની મર્યાદાઓ હેઠળ ટાવર સ્ટ્રક્ચર્સનું નિર્માણ જેવા જટિલ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. બાંધકામના તબક્કામાં ફાઉન્ડેશનો સંબંધિત પડકારોનો સામનો કરવો પડ્યો હતો, એ વખતે તમામ સલામતીનાં પગલાંનું પાલન કરીને નારિયેળીના વૃક્ષોને બચાવવામાં આવ્યા હતા.
KTL પ્રોજેક્ટ પૂર્ણ થવાના કારણે ભારતની એક અગ્રણી પાવર ટ્રાન્સમિશન કંપની તરીકે AESLની સ્થિતિ વધુ મજબૂત બની છે. AESL પાસે બાંધકામના વિવિધ તબક્કામાં ઓપરેશનલ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ અને અન્ય કેટલાક પોર્ટફોલિયો છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ(AESL) વિશે
અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ AESL એનર્જી ડોમેનના વિવિધ પાસાઓમાં હાજરી ધરાવતી બહુપરીમાણીય સંસ્થા છે. જેમાં પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. ભારતના 14 રાજ્યોમાં હાજરી ધરાવતી AESL દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે. તે 20,000 ckm અને 53,000 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવે છે. AESL ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયમાં મેટ્રોપોલિટન મુંબઈ અને મુન્દ્રા SEZના ઔદ્યોગિક હબમાં 12 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. AESL સ્માર્ટ મીટરિંગ બિઝનેસમાં વધારો કરી રહ્યું છે અને તે ભારતના અગ્રણી સ્માર્ટ મીટરિંગ ઇન્ટિગ્રેટર બનવાની તૈયારીમાં છે. AESL સમાંતર લાઇસન્સ અને સ્પર્ધાત્મક અને અનુરૂપ રિટેલ સોલ્યુશન્સ દ્વારા તેના વિતરણ નેટવર્કના વિસ્તરણમાં સંકલિત ઓફર સાથે ગ્રીન પાવરનો નોંધપાત્ર હિસ્સો છે. કંપની છેવાડાના ગ્રાહક સુધી ઊર્જા પહોંચાડવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. AESL એ સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ ઉર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા માટે ઉત્પ્રેરક છે.
• Share •