સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ચંદની પડવાની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં મોટા પ્રમાણમાં ઘારીનું ઉત્પાદન કરતા મીઠાઇ વિક્રેતાઓ સહિત શહેરની જાણીતી એવી સુમુલ ડેરી અને ચોર્યાસી ડેરીમાંથી ઘારીના નમુના લઇ અને તેને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના રાંદેર, અડાજણ, કોટ વિસ્તારમાં ભાગળ, સુમુલ ડેરી સહિતના સ્થળો પર એક સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ અલગ અલગ તમામ સ્થળો પરથી તૈયાર ઘારીના સેમ્પલ લીધા છે. આ ઘારીમાં વપરાતા માવા, મેંદો, ડ્રાય ફ્રુટ સહિતની તમામ ચીજ વસ્તુઓ આરોગ્ય પ્રદ છે કે, બિન આરોગ્ય પ્રદ તેનો લેબ ટેસ્ટીંગ રિપોર્ટ આવ્યા બાદ જેમના સેમ્પલ ફેઇલ જશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, અહીં મોટો સવાલ એ પણ છે કે, આ રિપોર્ટ આવતા પંદર દિવસ જેટલો સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો સુરતીઓ કોરોડ રૂપિયાની ઘારી પેટમાં પધરાવી ચુક્યા હશે. એટલે સેમ્પલ ફેઇલ જાય કે પાસ થાય તેનો કોઇ મોટો ફરક પડશે નહીં પરંતુ પાલિકા દંડ કે કેસ કરીને કાર્યવાહી કરશે.
આજે શહેરના આ સ્થળો પરથી ઘારીના નમુના લેવામાં આવ્યા
ક્રમ |
સંસ્થાનું નામ |
સંસ્થાનુ સરનામું |
૧ |
સુરત - તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરી. |
પોસ્ટ બોક્સ-501, સુમુલ ડેરી, સુમુલ ડેરી રોડ, સુરત. |
૨ |
વિજય ડેરી પ્રોડકટ |
દુકાન નં- 3, 4,5, રામશા ટાવર, અડાજણ પાટિયા, અડાજણ, સુરત. |
૩ |
શાહ જમનાદાસ સી.ઘારીવાલા |
દુકાન નં-117, ચૌટા બજાર, સુરત. |
૪ |
24 કેરેટ મિઠાઈ મેજિક |
91748, ચૌટા બજાર, સુરત. |
૫ |
રમેશ ની મિઠાઈઓ |
4/3516, ઝાંપા બજાર મેઈન રોડ, સુરત |
૬ |
નિપુન ધનસુખલાલ(H.U.F.) (મોહન ની મીઠાઈ) |
9/211, અંબાજી રોડ, સુરત |
૭ |
શ્રી મહેશ્વરી કન્ફેક્શનર્સ |
1/533-534,દુકાન નં-4, અમર શિલ્પ, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત. |
૮ |
ચોર્યાસી તાલુકો દુધ વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ |
9/874, અંબાજી રોડ, સુરત. |
૯ |
મે. ઠક્કર મોતીહરજી મીઠાઈવાલા |
9/195, ખાંડવાલાની શેરી, વાડીફળિયા, સુરત. |
૧૦ |
પીયુષભાઈ સી બારડોલીવાલા |
સાકેત બિલ્ડીંગ, રાણી તળાવ મેઈન રોડ, ભાગળ, સુરત |
૧૧ |
કૈલાશ રેસ્ટોરન્ટ |
નાનપુરા, ટીમલીયાવાડ, સુરત |
૧૨ |
ઠાકોર ની મીઠાઈ |
ભાગળ ચાર રસ્તા, સુરત |
• Share •