Page Views: 5067

સુરત પાલિકાની ખાસ સમિતિઓમાં મહિલાઓને 33 ટકા અનામત- નો રીપીટ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી

અલગ અલગ 12 સમિતી પૈકી નેન્સી શાહ, સોનલ દેસાઇ, મનિષા આહીર અને ગીતા સોલંકીને મળી ચેરમેન શીપ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત મહાનગર પાલિકામાં મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની મહત્વપુર્ણ પોસ્ટ પર ભાજપના કોર્પોરેટરોની નિમણુંક બાદ હવે વિવિધ 12 કમિટીઓના ચેરમેનોની નિયુક્તિ કરવામાં આવી છે. સંકલન સમિતિમાં શહેર ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નો રીપીટેશનની ફોર્મ્યુલા સાથે સુરત મહાનગર પાલિકાની વિવિધ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ નક્કી કર્યા હતા. આ તમામ નામોને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવશે. 

પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 

આરોગ્ય સમિતિ અધ્યક્ષ : નેન્સી શાહ

ઉપાધ્યક્ષ : દીપેશ પટેલ 

જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ : ભાઈદાસ પાટીલ

ઉપાધ્યક્ષ : કેતન મહેતા

પાણી સમિતિ અધ્યક્ષ :  હિમાંશુ રાવલજી

ઉપાધ્યક્ષ :  કુણાલ સેલર

ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ : નાગર પટેલ

ઉપાધ્યક્ષ : ઉષા પટેલ

સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ : સોનલ દેસાઇ

ઉપાધ્યક્ષ : રૂતા ખેની

ગટર સમિતિ અધ્યક્ષ : કેયુર ચોપટવાલા

ઉપાધ્યક્ષ : સુધા પાંડે

કાયદા સમિતિ અધ્યક્ષ : નરેશ રાણા

ઉપાધ્યક્ષ : ભાવના સોલંકી

હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ : મનીષા આહીર

ઉપાધ્યક્ષ : કૈલાશ સોલંકી

ગાર્ડન સમિતિ અધ્યક્ષ : ગીતા સોલંકી

ઉપાધ્યક્ષ : રાજેશ્રી મેસુરીયા

લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ : ચિરાગ સોલંકી

ઉપાધ્યક્ષ : નરેન્દ્ર પાંડવ

સ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ : વિજય ચોમલ

ઉપાધ્યક્ષ : બનશું યાદવ

ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ : સોમનાથ મરાઠે

ઉપાધ્યક્ષ : નિલેશ પટેલ