Page Views: 5120

અનોખી રીતે ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચનની ઉજવણી કરીને એક પણ બોલી બોલ્યા વગર સંઘે દેશના તમામ સંઘોને પ્રેરણા આપી

સંઘના તમામ ભક્તોને સૂપનનો લાભ મળે એટલી સુંદર વ્યવસ્થાઃ હાર્દિક હુંડિયા

મુંબઇ-વર્તમાન ન્યૂઝ.કોમ

મુંબઈના ઉપનગર કાંદિવલી ઈસ્ટમાં શ્રી સમતા નગર જૈન સંઘ  છે . આ સંઘના પ્રમુખ હાર્દિક હુંડિયાની આગેવાની હેઠળ સંઘના તમામ ભક્તોને ફુલનો હાર, સોનાની ચેન, ઝુલા અને સુપનના દર્શનનો લાભ મળવો જોઈએ.આ અમૂલ્ય અનુભૂતિ સાથે માત્ર રૂ.2500 ટોકનમાં આ લાભ આપવામાં આવેલ છે.

  સંઘના પ્રમુખ હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમારા સંઘમાં એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં દરેકને કોઈપણ પ્રકારની બોલી લગાવ્યા વિના માત્ર એક નજીવી રકમ ટોકનમાં લઈને લાભ મળે છે. પ્રભુ મહાવીર સ્વામીના જન્મવાચંન નિમિત્તે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન માતા ત્રિશલા માતાને આવતા 14 સુપન નો અનોખો સમારોહ ઉજવવામાં આવે છે. દેશ-વિદેશની તમામ જૈન સંસ્થાઓ આ દિવસની ઉજવણી સંગીત સાથે કરે છે.આ સુપન ની એક તરફ લાખોની બોલી બોલાય છે તો બીજી તરફ શ્રી સમતા નગર સંઘમાં નજીવા ટોકનમાં જ લાભો અપાયા હતા. દેશના પ્રસિદ્ધ સંગીતકાર, ગીતકાર અને પ્લેબેક સિંગર શ્રી રવિ જૈને ભક્તિ ગીતોમાં સૌને મગ્ન કર્યા. સંઘના તમામ શ્રાવક એક સરખા ચૂડીદાર કુર્તા ને બંડી માં ઉપસ્થિત હતા અને શ્રાવિકા બહેનોએ પણ એક સરખી ચણીયાચોળી પહેરીને વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું. સંઘના પ્રમુખ હાર્દિક હુંડિયા, સેક્રેટરી ભાનુ ગાંધી, ખજાનચી અનિલ ગુજર, પૂર્વ પ્રમુખ કીર્તિ શાહ, સેક્રેટરી તરુણ રામાણી, સંજય શાહ સહિત મહાનુભાવો એ તપસ્વીઓના ભોજનની વ્યવસ્થા કરી હતી. આ જન્મવાંચન નાં સમારોહ ને સફળ બનાવવા માં જેનિસ વસંતભાઈ ગોસર, આશિષ કોઠારી, સુધીરભાઈ દોશી , રમેશ સાલેચા રતિલાલ શેઠિયા, સંજય શાહ સહિત મહાનુભાવો એ ભગવાન મહાવીર સ્વામી જી નાં જન્મ વાંચન મહોત્સવના સમારોહ ને સફળ બનાવવામાં મદદ કરી હતી. જેમાં 8 માસના બાળક થી લઈને 80 વર્ષ નાં વૃદ્ધ સુધી ભક્તોએ લાભ લીધો હતો. ઉજવણી શરૂઆતથી અંત સુધી ભક્તિમય રહી હતી.