Page Views: 7259

શુકન જૈન સંઘ પાલમાં મહાપુજા- પ્રભુ મહાવીર ની માતાને આવેલ ૧૪ સ્વપ્નનું આબેહુબ વર્ણન કરાયું

જૈનોના પર્વ પર્યુષણ ચાલુ થયા છે ત્યારથી જૈન સમુદાયમાં આરાઘના,સાધના,તપસ્યા,અનુષ્ઠાનો, વીગેરે કાર્યક્રમો નો ભરપૂર માહોલ જામ્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

શ્રી સુકન જૈન સંઘ(પાલ) સુરત માં પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે સુંદર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, શાસ્ત્રોમાં મહાપુજનું કર્તવ્ય બતાવ્યું છે તેની ફળ શ્રુતિ રૂપે જીન્ શાસનનો જવલંત વિજય ની થીમ પર સમગ્ર મહાપુજા કાર્યક્ર્મની બાળકોએ ભવ્ય ઉજવણી કરી હતી, તેમાં જૈન શાસનમાં વર્ષોથી ચાલતી પ્રણાલીકાને પ્રદાન આપ્યું હતું. વધુમાં જૈન શાસનમાં આગમ ગ્રંથ વૈયાવચ- સાધર્મિક ભક્તિ- જીવદયા ના મૂળભૂત સિદ્ધાંત રજૂ કર્યા હતા. વળી ઐતિહાસિક વીર ભામાશા-જગડુશા વગેરે દાનવીર થઈ ગયા તેમની પણ ઝાંખી બનાવી હતી. મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર રીયલ ફૂલોથી સજાવ્યું હતું અને ભવ્ય અંગ રચના પણ કરવામાં આવી હતી. પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચનમાં ત્રિશલાદેવી માતાજીને આવેલ 14 સુપન( સ્વપ્ન )દેખાય છે તેનું આબેહૂબ ચિત્ર અને વર્ણન કરાયું હતું. શ્રી શુકન જૈન સંઘના પ્રમુખ અજીત મહેતાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ જ્યારે સુસાઇડ કરે છે તો એ એનો ભવ વધારે છે, એ કોઈ જીવન મુક્તિનો રસ્તો નથી,આવું કરવાથી પરિવારમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે એનો સંવાદ બતાવ્યો હતો.