સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
મહારાષ્ટ્રના જલગાંવ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે હથનુર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં હથનુર ડેમ તેની ભય જનક સપાટી પર પહોંચતા તેમાંથી 3.42 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે અને સાંજ સુધીમાં આ પાણીનો જથ્થો તાપી નદીના ઉકાઇ ડેમમાં ઠલવાશે. ઉકાઇ ડેમમાંથી હાલમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં ઉકાઇ ડેમની સપાટી 337.94 ફુટ છે જે ભય જનક સપાટીથી અંદાજે સાત ફુટ દૂર છે. ઉકાઇ ડેમનું આજનું રૂલ લેવલ 345 ફુટ છે. ડેમ હજુ ઘણો ખાલી હોવાને કારણે જેટલા પ્રમાણમાં પાણી આવશે એટલું સંગ્રહ કરવામાં આવશે અને આવશ્યકતા પ્રમાણે ઉકાઇ ડેમમાંથી પાણી છોડી અને તેની સપાટી મેઇન્ટેન કરવામાં આવશે. હાલમાં સુરત શહેર કે અન્ય કોઇ વિસ્તારોમાં પૂરનો કોઇ ખતરો ન હોવાથી લોકોને કોઇ પણ પ્રકારની ચિંતા નહીં કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
• Share •