સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
પ્રશ્નો અને પડકારોવાળી જીંદગીમાં સુખી અને પ્રગતિશીલ જીવન જીવી શકાય તે માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવાના કાર્યક્રમ “થર્સ-ડે થોટ્સ”નું આયોજન થાય છે. ૨૭માં ગુરુવારે નવો વિચાર આપતાશ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે, “જો જીવન ધબકતું હોય તો ઉણપ પણ આગળ વધવાની પ્રેરણા આપે છે”.પ્રતિકુળતા એટલે કે, અગવડતા જીવનમાં કલ્પનાશક્તિ અને વધુ સમજણ આપે છે.જીવનમાં શ્રેષ્ઠતમ કાર્ય જ ખરું કર્મયોગ છે. તે વિચારને આગળ વધારવા જણાવ્યું હતુ કે, આજે માણસ સાતકોઠાથી વિદ્યા જાણે છે. પરંતુ, જીવન યુધ્ધમાં અભિમન્યુ જેવી હાલત છે. ત્યારે, વધુ સુખી થવાની સમજણ અને પ્રગતિ માટે નવા નવા વિચાર આપતા કાર્યક્રમનો સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરત રહેતા મનોજ ભીંગારે એક બસ અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા. પરંતુ, જીવનની અધુરપ થી દુ:ખી થવાને બદલે મોઢામાં પીછી પકડી સુંદર ચિત્રો તૈયાર કરી આજે વિશ્વ પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે ડેમો ચિત્ર બનાવી પુરવાર કર્યું હતું કે, કોઈપણ અધુરપ કે ખામી જીવનમાં પડકાર નથી. તેનો સ્વીકાર કરો તો આગળ વધવાની દિશા મળે છે. શ્રી મનોજભાઈ તથા તેમના પત્ની ભાવનાબેનનું અભિવાદન કર્યું હતું. ઉપરાંત જન્મથી દ્રષ્ટી ગુમાવનાર કુમારી વૃષ્ટિ પરેશભાઈ વેકરીયાએ જીવનમાં દુનિયાના રંગો નથી. અંધજન શાળામાં ધો.૮ માં ભણતી વૃષ્ટિ ભણવામાં ખુબ હોશિયાર છે. સારી ગાયક કલાકાર પણ છે. જન્મથી જ દ્રષ્ટિ ન હોવા છતા પરિવાર કે પોતે નિરાશ થયા વગર જીવનમાં કંઇક બનવાનું સ્વપ્ન આગળ વધારી રહી છે. આદરણીય ગોવિંદભાઈ હંમેશા કહે છે, કે “પ્રોબ્લમ ઈઝ પ્રોગ્રેસ” આ વાત ની નોંધ સાથે નવા વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
થર્સ-ડે થોટ્સના બ્રાંડ એમ્બેસેડરશ્રી ડૉ. અમુલખભાઈ સવાણી, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા તથા પટેલ વાસણ ભંડાર વાળા શ્રી હિતેશભાઈ એ મનોજ ભીંગારે તથા વૃષ્ટિ વેક્રીયાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે યુવાટીમના શ્રી ડૉ. અજય દેસાઈએ ગત ગુરુવાર ના વિચારને રજુ કરી. જીવનમાં જે કંઇ કરો શ્રેષ્ઠ કરો બનવાની વાત ને વ્યક્ત કરી હતી, જયારે હાર્દિક ચાંચડે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું.
• Share •